મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે કરાયેલ ટ્રેડ ડીલને રદ કરવાની મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની માંગ


SHARE







ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઉભો કરે છે. આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે. અને ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. જેથી કરીને આમ આદમી પાર્ટીના પ્રભારી અને પ્રમુખની આગેવાની હેઠળ આજે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે, તો ટેક્સટાઈલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે. અને ટેક્સટાઈલ ઉદ્યોગ ન ટકે તો કપાસની ખેતી પણ અસરગ્રસ્ત થશે, જે ખેડૂતો માટે આર્થિક સંકટ સર્જી શકે છે. ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે. આ બાબતનો મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવેલ છે અને આ ટ્રેડ ડીલને રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે. જો આ ડીલ રદ ન થઈ તો, આમ આદમી પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે તેઓ આ ટ્રેડ ડીલના સંભવિત નુકસાન અંગે જનતાને માહિતગાર કરશે અને દેશના ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ, પ્રદેશના આગેવાન કે.ડી. બાવરવા સહિતના આપના અગ્રણીઓ હાજર રહ્યા હતા






Latest News