મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા પાસે કારખાનામાં રહેતા યુવાને આર્થિક તંગીના ટેન્શનમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE













વાંકાનેરના રાતાવિરડા પાસે કારખાનામાં રહેતા યુવાને આર્થિક તંગીના ટેન્શનમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય પૈસાની તંગી રહેતી હતી જેથી કરીને તે ટેન્શનમાં રહેતો હતો દરમિયાન તેને લાગી આવતા તે યુવાને લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામની સીમ આવેલ વરમોરા સીરામીક યુનિટ નંબર 3 ના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો પિયુષ આનંદકુમાર અગ્નિહોત્રી (19) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને પૈસાની તંગી રહેતી હતી જેથી કરીને તે યુવાન સતત ટેન્શનમાં રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા તે યુવાને અંતિમ પગલું ભર્યું છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઈક ઉપર લટકતી થેલીમાંથી દારૂની બોટલો મળી

મોરબીમાં પરસોતમ ચોક પાસે શંકાસ્પદ હાલતમાં બાઈક નંબર જીજે 36 4568 પડ્યું હતું જેમાં એક પ્લાસ્ટિકની થેલી પણ ટીંગાડેલી હતી જેથી બાઇક ઉપર રહેલી થેલી ચેક કરતા તેમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2214 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા 20,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ ફૂલ મળીને 22,214 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં બાઈક નંબરના આધારે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દારૂના ગુનામાં ધરપકડ
મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.કે. ચારેલ દ્વારા થોડા દિવસો પહેલા દારૂના ગુનામાં જબરારામ મોહનલાલ બીશ્નોઇ (૩૦) રહે.સાંચોર જાલોન રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના મોટી આમરણ ગામે વેરસિંગ ભવાનસિંહ ઉપર અશોકભાઈ જાકાસણીયાની વાડી ખાતે ચાર-પાંચ લોકો દ્વારા હુમલો કરી વેરસિંગને માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજા પામેલા વેરસિંગભાઈને સારવાર માટે ખસેડાયા હતા.  






Latest News