મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સીએ માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સીએ માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો

મોરબીમાં બીકોમ, બીબીએ અને એમકોમ જેવા કોમર્સ પ્રવાહના કૉર્સમાં સતત ઉચ્ચ પરિણામો આપતી અને સાથે સાથે કોમર્સ ફેકલ્ટીમાં મુખ્ય કહી શકાય તેવા એકાઉન્ટન્સી અને સ્ટેટેસ્ટીક જેવા વિષયોમા યુનિવર્સિટી લેવલે 100 માથી 100 ગુણ મેળવીને હર‌હમેશા અવ્વલ રહેતી મોરબી જિલ્લાની પી.જી.પટેલ કોલેજમાં સીએ માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો હતો.

હવે બીકોમ અને બીબીએ સીએ જેવા વ્યવસાયિક અભ્યાસક્રમનુ‌ શિક્ષણ પણ ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે ત્યારે કોલેજમાં જે.કે.શાહ ક્લાસીસ દ્વારા સીએ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દીલક્ષી અને માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ગુજરાત હેડ પ્રો. વિપુલ ઘેડિયા મુખ્ય વક્તા તરીકે આવ્યા હતા અને તેઓએ સીએ વિશેની જરૂરી માહિતી અને જરૂરી બાબતોની વિદ્યાર્થીઓ સમક્ષ સ્પષ્ટ અને સરળ શબ્દોમાં રજૂઆત કરી હતી આ સેમિનારમાં સીએ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે સંસ્થાની રાજકોટ ખાતે આવેલ બ્રાન્ચમાંથી મૌલિકભાઈ ટોળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને હવે મોરબીમાં આ સંસ્થાના કલાસિસ શરૂ થઈ રહ્યા છે ત્યારે ધો. 12 ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરત જ સીએ ફાઉન્ડેશનનો એક ફ્રી વર્કશોપ રાખવાનું આયોજન કરવામાં આવશે જે અંગેની માહિતી હવે પછીથી જાહેર કરવામાં આવશે.






Latest News