હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકાસ કામો સમય મર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરાવવા અધિકારીઓને પ્રભારી મંત્રીની તાકીદ


SHARE











મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકાસ કામો સમય મર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરાવવા અધિકારીઓને પ્રભારી મંત્રીની તાકીદ

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક  ગુજરાતના રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં ખાસ કરીને જીલ્લામાં જે વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે તેને સમય મર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરાવવા માટેની અધિકારીઓને પ્રભારી મંત્રી દ્વારા તાકીદ કરવામાં આવી હતી.

આ બેઠકમાં રદ/ ફેરફારના કામોને બહાલી આપવા, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક શૈક્ષણિક પછાત યોજનાની નવી દરખાસ્તો મંજૂર કરવા તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇના કામોની તથા સાંસદ અને ધારાસભ્યના વિસ્તારના વિકાસ યોજનાના કામોની પ્રભારી મંત્રી સમીક્ષા કરાઈ હતી. તેમજ પૂર્ણ થયેલા તમામ કામો પોર્ટલ ઉપર ચડાવવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રગતિ હેઠળના તથા નવા કામો સમય મર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે તેમજ નવા કામો અને ફેરફાર વાળા કામની દરખાસ્તનો પૂર્ણ અભ્યાસ કરીને રજૂ કરવા જણાવ્યું હતું. અધિક નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર  અને આયોજન અધિકારી માંડલિયા  દ્વારા બેઠકનું સંચાલન થયું હતું. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને મેઘજીભાઈ ચાવડા, કલેક્ટર કે.બી. ઝવેરી, મ્યુ.કમિશનર  સ્વપ્નિલ ખરે, એસપી મુકેશ પટેલ, ડીડીઓ નવલદાન ગઢવી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ
લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી તાલુકા કક્ષાએ યોજાતો ફેબ્રુઆરી-૨૦૨૬ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લાલબાગ, મોરબી તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦ ફેબ્રુઆરી સુધીમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે.






Latest News