મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો

વર્તમાન સમયમાં મંદિરના લાભાર્થે, ગૌશાળા ન લાભાર્થે અને વિગેરે સેવાકીય કામના નામે ઈનામી લકી ડ્રો ની ટિકિટોનું વેચાણ કરવામાં આવે છે અને ત્યારબાદ લોકોની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હોય છે તેવામાં વાંકાનેર શહેરી વિસ્તારમાં જુદી જુદી જગ્યા ઉપર મંદિરના નિર્માણના લાભાર્થે લકી ડ્રોની ટિકિટોનું એજન્ટ દ્વારા વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હાલમાં ટિકિટનું વેચાણ કરનારા શખ્સ પાસેથી જુદા જુદા બે ઇનામી ડ્રો ની ટિકિટની બુકો કબજે કરી છે અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એજન્ટ અને લક્કી ડ્રો ના આયોજકો સહિત કુલ મળીને 13 શખ્સોની સામે ગુનો નોંધીને એજન્ટને પકડીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના માથક ગામ પાસે મામા સાહેબનું મંદિર બનાવવાનું કહીને લક્કી ડ્રો ની ઈનામી ટિકિટો વેચવામાં આવી હતી અને ત્યારબાદ ધામધૂમથી ત્યાં લક્કી ડ્રો પણ  કરવામાં આવ્યો હતો પરંતુ આ લક્કી ડ્રો માં જે લોકોને ઈનામ લાગ્યા હતા તેને એક પણ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું નથી અને મોટું કૌભાંડ લક્કી ડ્રો ના નામે કરીને લોકોની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે જોકે આ મામલો સમગ્ર મોરબીમાં ચર્ચાનો વિષય હતો પરંતુ હજુ સુધી તે બાબતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાયેલ નથી તેવામાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જુદી જુદી બે લક્કી ડ્રો ની ટિકિટોનું વેચાણ કરનારા શખ્સ પાસેથી ઈનામી ડ્રો ની ટિકિટોની બુકો કબ્જે કરવામાં આવી છે અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 13 જેટલા શખ્સોની સામે ગુનો નોંધાયો છે

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વાંકાનેરની નર્સરી ચોકડી પાસે જય શ્રી મેલડી માતાજીના નવનિર્માણ મંદિર દાધોળીયા તાલુકો મુળીના નામની લક્કી ડ્રો ની ટિકિટો તેમજ જય શ્રી મેલડી માં ગ્રુપ આણંદપર વાળાઓ સાથે મળીને જય શ્રી મેલડી નવનિર્માણ મંદિરના લાભાર્થે લક્કી ડ્રો ની ટિકિટોની બુકો સાથે રાખીને વેચાણ કરવામાં આવે છે તેવી માહિતી મળી હતી જેથી કરીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને સ્થળ ઉપર જઈને સન્નાભાઈ હરજીભાઈ મકવાણા (52) રહે. લાકડધાર તાલુકો વાંકાનેર વાળાને પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પૂછપરછ દરમિયાન આ લક્કી ડ્રો ની ટિકિટોના આયોજકોના નામ સામે આવ્યા હતા અને તેઓની પાસે લક્કી ડ્રો ની ઇનામી ટિકિટોનું કોઈ પણપ્રકારનું લાઇસન્સ કે આધાર પુરાવા ન હોય અને ટિકિટોનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

જેથી કરીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં એજન્ટ સન્નાભાઈ હરજીભાઈ મકવાણા તેમજ જય શ્રી મેલડી માતાજીના નવ નિર્માણ મંદિર દાધોળીયાના આયોજકો જુગાભાઈ, સુરાભાઈ, રમેશભાઈ, શીવાભાઈ, વિપુલભાઈ, પ્રવીણભાઈ, મેરાભાઇ અને વિષ્ણુભાઈ તેમજ જય શ્રી મેલડી માં ગ્રુપ આણંદપરના આયોજકો ભરતભાઈ એચ. ડાભી, ભરતભાઈ એમ. વાઘેલા, મહિપતભાઈ જી. ડાભી અને રોહિતભાઈ એમ. વાઘેલા આમ કુલ મળીને 13 શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે જે પૈકીના સનાભાઇ મકવાણાને પકડવામાં આવ્યા છે અને બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે






Latest News