મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા


SHARE













મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી અને નીચી માંડલ ગામની વચ્ચે દુકાન સામેથી યુવાન ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ડમ્પરના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો તો જે બનાવમાં યુવાનને જમણા પગમાં ઘૂંટણથી નીચેના ભાગમાં ત્રણ ફેક્ચર થયા છે અને ડાબા પગમાં પણ ઇજા થઈ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રૂપાવટી ગામનો રહેવાસી અને હાલમાં ઊંચી માંડલ ગામની સીમમાં આવેલ મીરા રીવાઈડીંગ નામની દુકાનમાં રહેતો અને નોકરી કરતો હસમુખભાઈ નાગરભાઈ ચાવડા (23) નામનો યુવાન હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉચી અને નીચી માંડલ ગામની વચ્ચે રાધે પાન પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ડમ્પર નંબર જીજે 36 વી 1900 ના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો તો જે બનાવમાં યુવાનને જમણા પગમાં ઘૂંટણથી નીચેના ભાગમાં ત્રણ ફેક્ચર અને ડાબા પગમાં પણ ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જુગાર રમતા ચાર પકડાયા

વાંકાનેર શહેરમાં આરબલતો ખોજાખાના શેરી પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અલીઅસગર ઉસ્માનભાઈ શેખ (22), કરીમસા નુરસા શેખ (28), રમેશભાઈ ભીખાભાઈ સેતાણીયા (50) અને અહેમદભાઈ હાજીભાઈ ફકીર (21) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2,850 ની કિંમતની રોકડ કબજે કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News