મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી પાકિસ્તાનથી આવેલા ૨૫ લોકોને મોરબીના કલેકટરે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબીના કલેક્ટરે EVM વેરહાઉસની લીધી મુલાકાત યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત
Breaking news
Morbi Today

ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત


SHARE









ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત

ટંકારાના સાવડી ગામ પાસેથી આધેડ સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન પુલ ઉપર સાયકલને પાછળથી બાઈકના ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને આધેડને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર ગામે રહેતા હીરાભાઈ ઉગાભાઇ ગોહેલ (52) એ બાઈક નંબર એમપી 11 એમજી 8919 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના ભાઈ પ્રવીણભાઈ ઉગાભાઇ ગોહિલ (51) ટંકારા તાલુકાના લતીપર રોડ ઉપર સાવડી ગામ નજીક ફુલજર નદી ઉપર આવેલા પુલ ઉપરથી સાયકલ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પુલ ઉપર આરોપી બાઇક ચાલકે ફરિયાદીના ભાઈને પાછળથી ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News