મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ


SHARE











મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ 

181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિક નો કોલ આવે છે કે  એક મહિલા આત્મહત્યા કરવાની કોશિશ કરે છે માટે  મદદની જરૂર છે
    કોલ મળતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, કોન્સ્ટેબલ જયશ્રીબેન તેમજ પાયલોટ મહેશભાઈ તે પીડિત મહિલા સુધી પહોંચેલ અને સૌપ્રથમ પીડિતા ને શાંત કરી આશ્વાશન આપેલ અને ત્યાં જ પીડિત મહિલા ના પતિ પણ હાજર જ હતાં ત્યારબાદ જાગૃત વ્યક્તિએ જણાવેલ કે આ સગર્ભા મહિલા ઓવરબ્રિજ ઉપરથી આત્મહત્યા કરવાની કોશિશ કરતા હતા ત્યારબાદ 181 ટીમે  સૌપ્રથમ પીડિત મહિલા ને સાંત્વના આપી વિશ્વાસ અપાવી તેમનું કાઉન્સેલિંગ કર્યું જેમાં પીડિત મહિલા એ જણાવેલ કે  તેમના પતિ કાયમ નાની-નાની બાબતે ઝઘડો કરતા હોય છે જેથી તેમને સતત માનસિક ત્રાસ અનુભવાય છે માટે ટીમ દ્વારા તેમના પતિનું કાઉન્સલિંગ કરતા તેમના પતિએ જણાવેલ કે તેમના પ્રેમલગ્ન થયેલ છે તેમની પત્નીને નવ મહિનાનો સગર્ભા હોય તેઓ તેમના પત્ની સાથે રિક્ષામાં રાજકોટથી મોરબી  દરગા હોય જ્યાં દર્શન કરવા માટે આવેલ અને ત્યાંથી પરત રાજકોટ જવા માટે નીકળેલ ત્યા રસ્તામાં તેમના પત્નીની અચાનક તબિયત લથડતા તેમના પત્નીને મોરબીમા જ સારવાર માટે લઈ જવા જણાવતા તેમના પત્ની અહીંયા સારવાર લેવાની ના પાડતા હોય અને સમજતા ના હોય તેમજ રાજકોટ જઈ ત્યાં સારવાર લેવા માટે જણાવતા હોય તે બાબતે બંને વચ્ચે રકઝક થતા તેમના પત્ની ચાલુ રિક્ષામાથી કૂદી જઈને  ઓવરબ્રિજ ઉપરથી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલ હોય.. ત્યારબાદ 181 ટીમ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરી ગંભીરતા બાબતે સમજાવેલ તેમજ તેમના પતિને પણ સમજાવેલ કે પીડિતા ને સમયસર સારવાર કરાવે અને આ પરિસ્થિતિમાં  પીડિતા નું ધ્યાન રાખી માનસિક ત્રાસ ના આપે ત્યારબાદ પીડિતા ના પતિએ પણ જણાવેલ કે  તેઓ પીડિતાનું  ધ્યાન રાખશે અને પીડિતાએ પણ જણાવેલ કે તેઓ રાજકોટ જવાની જીદ્દ ના કરે અને હાલ અહીંયા સારવાર લઈ લેશે  તેમજ હવે પછી ક્યારેય પણ આત્મહત્યાનો વિચાર નહિ કરે અને હાલ પીડિતા ને હોસ્પિટલ માં સારવાર ની જરૂર હોય જેથી ટીમ દ્વારા 108 વાન બોલાવી પીડિતા ને સારવાર અર્થે રેફર કરેલ આમ પીડિતાના પતિએ અભયમ ટીમનો હ્દયપૂર્વક આભર વ્યક્ત કર્યો હતો.






Latest News