મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા


SHARE







મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા

મોરબીના બાયપાસ રોડ ઉપર પરશુરામ બ્રિજથી લઈને ભક્તિનગર સર્કલ સુધીના વિસ્તારમાં રોડની બંને બાજુએ કરવામાં આવેલા દબાણ તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને મહાપાલિકાની ટીમે કમ્પાઉન્ડ વોલ સહિત કુલ મળીને 10 જેટલા નાના મોટા દબાનોને દૂર કરવામાં આવેલ છે.

મોરબી મહાપાલિકા દ્વારા વન વોર્ડ વન વિક અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં રોડ સાઈડના દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે દરમિયાન મોરબીના બાયપાસ રોડ ઉપર પરશુરામ બ્રિજથી લઈને ભક્તિનગર સર્કલ સુધીના વિસ્તારમાં રોડની બંને બાજુએ 15 મીટરની જગ્યામાં કરવામાં આવેલા દબાણ દૂર કરવા માટે અંદાજે 20 જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી હતી તે પૈકીના 10 જેટલા આસામીઓએ પોતાના નાના મોટા, કાચા પાકા દબાણ હતા તે જાતે દૂર કરી નાખ્યા હતા જ્યારે આજે મહાપાલિકાની ટીમ દ્વારા જેસીબી વડે કમ્પાઉન્ડ સહિતના 10 જેટલા આસામીઓના દબાણો હતા તેને તોડી પાડવામાં આવેલ છે.

વધુમાં મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર ગેરકાયદેસર જે કોઈ દબાણ કરવામાં આવ્યો હોય તેને દૂર કરવામાં આવે છે અને જે જગ્યાએ અગાઉ ડિમોલેશન કરવામાં આવ્યું હોય અને ત્યાં ફરી પાછું દબાણ કરવામાં આવશે તો મહાપાલિકાની ટિમ તે દબાણને દૂર કરવા માટેની કાર્યવાહી કરશે આમ મોરબીમાં રોડ રસ્તાની સાઈડમાં કરવામાં આવતા દબાણોને કાયમી ધોરણે દૂર કરવા માટેની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે.






Latest News