મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે


SHARE







વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે

વાંકાનેર તાલુકા, મોરબી શહેર અને માળીયા તાલુકામાં વિદેશી દારૂની જુદીજુદી 4 રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂની નાની અને મોટી કુલ મળીને 30 જેટલી બોટલો કબ્જે કરવામાં આવેલ છે અને આરોપીઓને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવેલ છે.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાં ગાત્રાળનગર પાસેથી બાઈક નંબર જીજે 36 એચ 6861 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 20 બોટલ મળી આવી હતી જેથી 2,000 રૂપિયાની કિંમતનો દારૂ તેમજ 20,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 22,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મનસુખભાઈ છગનભાઈ સારદિયા (33) રહે. નવા કણકોટ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા રહે અગાભી પીપળીયા તાલુકો વાંકાનેર વાળા પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવતા બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણામાં આવેલ માસુમસા પીરની દરગાહ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 5 બોટલ મળી આવી હતી જેથી 1350 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે પોલીસે આરોપી ભવ્યદીપસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ (27) રહે. ખાખરેચી તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે મોરબીમાં આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 4 બોટલ મળી આવતા પોલીસે 2148 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આરોપી વિક્રમભાઈ વેલજીભાઈ ધામેચા (19) રહે. મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી ફાટક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 375 ની કિંમતની દારૂની બોટલ સાથે કલ્પેશભાઈ રાજેશભાઈ રાણવાડીયા (21) રહે. વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સ સામે બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે.






Latest News