મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માલ સમાન જપ્ત કરવા-મિલકત સીલ કરવા કરતાં વેરાની વસૂલાતમાં ધ્યાન કેન્દ્રિત કરો: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા


SHARE











મોરબીમાં માલ સમાન જપ્ત કરવા-મિલકત સીલ કરવા કરતાં વેરાની વસૂલાતમાં ધ્યાન કેન્દ્રિત કરો: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા

મોરબી મહાપાલિકામાં કમિશ્નરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ટંકારાના ધારાસભ્ય હાજર રહ્યા હતા એન તેઓની હાજરીમાં શહેરમાં ચાલતા અને આગામી સમયમાં જે જુદાજુદા વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે તેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ છેલ્લા દિવસોમાં વેપારીઓનો માલ જપ્ત કરવા માટે અને જુદાજુદા વિસ્તારોમાં ગેરકાયદે બંધકામોને રોકવા માટે મિકલતોને સીલ કરવા માટે જે કામગીરી કરવામાં આવી હતી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા અને આ બેઠકમાં વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી અને મહાપાલિકાની ટિમ દ્વારા વેરાની વસુલાત માટે જે કામગીરી કરવામાં આવે છે તેની સામે ધારાસભ્યએ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને છેલ્લા દિવસોમાં શહેરના મુખ્યમાર્ગ ઉપર વેપારીઓએ તેની દુકાનની બહારના ભાગમાં જે માલ સમાનના પથારા કર્યા હતા તે માલને મનપાની ટીમે જપ્ત કર્યો હતો તે બાબતની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી તેમજ શહેરી વિસ્તારમાં જે મંજૂરી વગરના ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યા છે તે ગેરકાયદે બંધકામોને રોકવા માટે મનપાની ટિમ મિકલતોને સીલ કરી રહી છે તે કામગીરીનો ધારાસભ્યએ વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે, 31/12/24 પહેલા ગ્રામ્ય વિસ્તારમાંથી જે આસામીઓએ બાંધકામ મંજૂરી મેળવી હોય તેઓની મિકલત સીલ કરવામાં આવે તે યોગ્ય નથી. ખાસ કરીને શહેરમાં સમાવેશ કરવામાં આવેલ ગામડાઓમાં મંજુર કરવામાં આવેલા નાણાપંચની ગ્રાન્ટના કામો વહેલી તકે કરાવવામાં આવે અને વેરા વસુલાત કામગીરીમાં અધિકારી અને કર્મચારી દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવું જણાવ્યુ હતું.






Latest News