મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

હળવદ તાલુકાના કવડિયા ગામે રહેતા યુવાનને તેના પત્ની સાથે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતે યુવાને મનોમન લાગી આવતા તે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા અનિલભાઈ ઉર્ફે ચાચું ખોડાભાઈ ચારોલા  (30) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો જે બાબતે યુવાને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા રાકેશ નંદલાલભાઈ ઠાકોર (27) નામના યુવાનને સિરામિક કારખાનામાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
 
મહિલા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા નીતાબેન સોમાભાઈ ભોજવીયા (32) નામના મહિલાને ડિમ્પલબેનના દીકરાએ છરી વડે ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.




Latest News