મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે


SHARE







ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરી સાથે તેના પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.જે બાબતે મહિલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

ટંકારા તાલુકા વિસ્તારમાં રહેતી મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવીને તેના પતિએ તેની ૧૪ વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ આપી હતી. જેથી  ટંકારા પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી વધુમાં પોલીસે પાસેથી મળેલ માહિતી મુજબ આ બનાવ જ્યારે બન્યો હતો ત્યારે સગીરા રાત્રે તેની માતા પાસે સૂતી હતી અને ત્યારે સગીરાને તેના પિતાએ નિર્વસ્ત્ર કરીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જો કે, સગીરાએ રાડ પાડતા તેની માતા ઉઠી ગઈ હતી અને આરોપી પિતા સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે આરોપીને પકડીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને ત્યાર બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News