મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

નવલખી પોર્ટ ઉપરથી કોલસાની ચોરીના પ્રયાસમાં ચાર આરોપીની ધરપકડ


SHARE







નવલખી પોર્ટમાં જીએમબીના પ્લોટ નંબર-૩ માં અદાણી કંપની દ્વારા ઇમ્પોર્ટ કરેલ કોલસો પ્લોટમાં પડયો હતો અને આ કોલસને ચોરી જવા માટે કારસો રચવામાં આવ્યો હતો જેથી કરીને કંપનીના કર્મચારી દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટાફને માર મારીને કોલસાની ચોરી કરવાનો પ્રયાસ કરનારા શખ્સોની સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે હાલમાં ચારેય આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના નવલખી પોર્ટમાં જીએમબીના પ્લોટ નંબર-૩ માં અદાણી કંપની દ્વારા ઇમ્પોર્ટ કરેલ કોલસો પ્લોટમાં પડયો હતો અને તેઓની કંપનીની પાવતી હોય તો જ ત્યાંથી માલ (કોલસો) ભરી આપો તેવી સૂચના હતી છતાં પણ ચાર લોકોએ અદાણીની જગ્યામાં પડેલ કોલસામાંથી કોલસો ઉપાડી જવાનો કારસો રચ્યો હતો અને તે માટે ગાડી મોકલી હતી અને ત્યાં રહેલા સાહેદને માર મારવામાં આવ્યો હતો બાદમાં અદાણી કંપનીના રવાપર રોડ ટવીન ટાવર ફ્લેટ નંબર-૨૦૨ માં ઇન્ચાર્જે અજય છેદીલાલ જયસ્વાલ ક્ષત્રિય (૩૫) દ્વારા ચાર લોકોની સામે માળીયા(મિં.) પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખવ્યું હતું એક આરોપી રામદેવસિંહ સુરૂભા ઝાલા રહે.મોટા દહિસરાજાકુબ ઇસાક નાગીયા રહે. જામનગરસુનિલ રાજુ જોશી રહે.મોટા દહીસરા તેમજ વાહન નંબર જીજે ૩ બીટી ૭૧૮૩ નો ડ્રાઇવર અદાણી કંપની દ્વારા ઈમ્પોર્ટ કરાયેલો કોલસો નવલખી બંદર રહેલ યુએસએલ શિપમેન પાસે રાખવામાં આવ્યો હતો અને તેમના પ્લોટમાં જે કોલસાનો જથ્થો પડયો હતો ત્યાંથી આરોપીઓ દ્વારા પોતાના વાહનમાં કોલસો ચોરી જવાના ઇરાદે કારસો રચવામાં આવ્યો હતો અને કોલસો ચોરી કરી જવાના ઉદ્દેશથી વિરમભાઈને ગાળો બોલી માર માર્યો હતો અને ફડાકા ઝીંકી દીધા હતા. કારણ કે ત્યાં પ્લોટમાં કોલસો ભરવા માટે અદાણી કંપનીનો સિક્કો લગાવેલી પાવતી આપે તો જ પાર્ટીને કોલસાનો જથ્થો ભરી દેવામાં આવતો હતો જો કે, આ આરોપીઓએ વિરમભાઈને કોઈપણ જાતની પાવતી બતાવ્યા વગર જ પોતાના વાહનમાં કોલસો ભરી જવા માટે કારસો રચ્યો હતો જેની જાણ ફરીયાદી અજયભાઈ જેસ્વાલને થતાં તેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમાએ ચોરીમારામારી અને ધમકીની કલમો નોંધાયેલા ગુનામાં રામદેવસિંહ સુરૂભા ઝાલા રહે.મોટા દહિસરાજાકુબ ઇસાક નાગીયા રહે. જામનગરસુનિલ રાજુ જોશી રહે.મોટા દહીસરા તેમજ વાહન નંબર જીજે ૩ બીટી ૭૧૮૩ નો ડ્રાઇવર વિજા ઉર્ફે ચકો મગનભાઇ સાલાણી રહે, વવાણિયા વાળાની ધરપકડ કરેલ છે

 






Latest News