ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE











મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને અણધાર્યું પગલું ભર્યું

મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના સીમમાં આવેલ ઓરિન્ડા સીરામીક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ધાંગા જીગલા મારંડી (26) નામના યુવાને લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.ગરીયા દ્વારા કરવામાં આવી હતી અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં આગળની તપાસ કરવી હાથ ધરવામાં આવી છે.

વરલી જુગાર

મોરબીના નાની વાવડી નજીક ગાયત્રીનગર પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી મોબાઈલ ફોનથી વરલી મટકાના આંકડા લેતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે દેવદાનભાઈ રવાભાઈ મકવાણા (55) રહે. નાની વાવડી કુબેર પાર્ક ભૂમિ ટાવર પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 900 રૂપિયાની રોકડા તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને 5900 મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જુમાભાઇ રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.






Latest News