મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડી પાસે મહાપાલિકાની ટીમ અંદાજે 15 જેટલા દબાણોને તોડી પડાયા


SHARE







મોરબીની વાવડી ચોકડી પાસે મહાપાલિકાની ટીમ અંદાજે 15 જેટલા દબાણોને તોડી પડાયા

મોરબીની વાવડી ચોકડી થી વાવડી ગામ તરફ જવાના રસ્તા ઉપર આજે મહાપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રોડની બંને બાજુએ કરવામાં આવેલા કાચા પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

મોરબી મહાપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત જુદા જુદા વિસ્તારોની અંદર રોડ રસ્તામાં સાઈડમાં થયેલા દબાણોને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબીની વાવડી ચોકડી થી વાવડી ગામ તરફ જવાના રસ્તા ઉપર જે રોડની બંને બાજુએ કાચા પાકા દબાણો દીવાલો અને કાચી ઓરડીઓ વિગેરે બનવી લેવામાં આવ્યું હતું તે તમામને સરકારી જેસીબીને કામે લગાડીને તોડી પાડવામાં આવેલ છે. અને રોડ સાઈડમાં કરવામાં આવેલા દબાણોને દૂર કરીને રસ્તો ખુલ્લો કરાયેલ છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, રોડ રસ્તાની સાઈડમાં કરવામાં આવેલા દબાણોને દર સપ્તાહમાં દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવે છે તેવી જ રીતે આજે વાવડી ચોકડી થી વાવડી ગામ તરફ જવાના રસ્તા ઉપર દબાણ દૂર કરવામાં આવ્યું છે રોડની બંને બાજુએ 18 મીટરમાં આવતા દબાણોને તોડી પાડવામાં આવેલ છે અને આગામી સમયમાં આવી જ રીતે અન્ય વિસ્તારમાં પણ દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવશે.




Latest News