મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રિક્ષા હટાવવા બાબતે બોલાચાલી કરીને યુવાનને ધોકા વડે મારમાર્યો


SHARE







વાંકાનેરમાં રિક્ષા હટાવવા બાબતે બોલાચાલી કરીને યુવાનને ધોકા વડે મારમાર્યો

વાંકાનેરમાં જકાતનાકા પાસે રીક્ષા પાછળ લેવા બાબતે યુવાને સાથે બીજા રિક્ષા ચાલકે બોલાચાલી કરી હતી અને તેને ગાળો આપવામાં આવી હતી જેથી યુવાને ગાળો આપવાની ના પાડતા સામે વાળા શખ્સે તેની સાથે ઝપાઝપી કરીને લાકડાના ધોકા વડે પગમાં મારમારીને ઇજા કરી હતી તેમાં ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના દિવાનપરા કુંભારપરા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા અમિતભાઈ હુસેનભાઇ બેલીમ (22)વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અનવરભાઈ ઉર્ફે જુમો કાળુભાઈ શેખ રહે. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે નેશનલ હાઈવે રોડ પાસે આવેલ જીનપરા જકાતનાકા નજીક તે પોતાની રીક્ષા લઈને ઉભો તો ત્યારે આરોપીએ ફરિયાદીને રીક્ષા પાછી લેવા બાબતે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા સામેવાળો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને જપાજપી કરી હતી અને રિક્ષામાંથી ધોકો કાઢીને ફરિયાદીને પગના ભાગે ધોકો માર્યો હતો અને ઢિકાપાટુનો માર માર્યો હતો. જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારમાર્યો

મોરબીના કાલિકા પ્લોટ પાસે આવેલ શિવ સોસાયટીમાં રહેતા સીદીકભાઈ આદમભાઈ (32), વિજયભાઈ ભરતભાઈ (26) અને કાદરભાઈ આમદભાઈ (30) નામના ત્રણ વ્યક્તિઓને કિશન કમાભાઈ નામના માણસે માર માર્યો હતો જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

હળવદ તાલુકાના નવા ધનાળા ગામે રહેતા ચિંચીબેન ત્રિભોવનભાઈ તારબુંદીયા (52) નામના આધેડ મહિલા બાઇકમાં બેસીને વાડીએ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં તેઓના બાઇક આડે ખુટિયો આવવાના કારણે તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા અને અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News