મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ ગામે મંદિરમાં તોડફોડ કરનારને સમજાવવા ગયેલા આધેડને મારી નાખવાની ધમકી


SHARE







હળવદના વેગડવાવ ગામે મંદિરમાં તોડફોડ કરનારને સમજાવવા ગયેલા આધેડને મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખીજડીયા હનુમાનના મંદિરમાં તે જ ગામની અંદર રહેતા શખ્સ દ્વારા તોડફોડ કરીને નુકસાની કરવામાં આવી હતી જેથી આધેડ સહિતનાઓ તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે સામે વાળાએ તેને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

હળવદના વેગડવાવ ગામે રહેતા લાલજીભાઈ લવજીભાઈ પીપળીયા (55)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામજીભાઈ ચતુરભાઈ સુરેલા રહે. વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વેગડવાવ ગામમાં આવેલ ખીજડીયા હનુમાનજીના મંદિરે રહેલ વસ્તુઓમાં આરોપી દ્વારા તોડફોડ કરીને નુકસાની કરવામાં આવી હતી જેથી ફરિયાદી અને સાહેદો તેને કહેવા માટે થઈને ગયા હતા અને તે બાબતે તેને સારું નથી લાગતા આરોપીએ ફરિયાદી સહિતનાઓને ગાળો આપી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હીરાપર ગામ પાસેથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે અન્ય વાહનના ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં મોરબીના નવા મકાનસર ગામે રહેતા કાનાભાઈ કાથડભાઇ વેરાણા (48), લાભુબેન કાનાભાઈ વેરાણા (45), ભાવનાબેન દેવરાજભાઈ (41) અને હેમીબેન દેવરાજભાઈ (3) નામના ચાર વ્યક્તિઓને ઈજા થઇ હતી જેથી તેઓને શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News