મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની 3 રેડ: દારૂની નાની-મોટી 19 બોટલ સાથે 3 પકડાયા


SHARE







મોરબીમાં દારૂની 3 રેડ: દારૂની નાની-મોટી 19 બોટલ સાથે 3 પકડાયા

મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 19 બોટલ દારૂ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ હતો અને આરોપીઓની ધરપકડ કરીને પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ ઉપર આવેલ આઈટીઆઈ સામેના ભાગમાં ઓમ શિવમ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 16 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2240 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નરેન્દ્રભાઈ કાંતિલાલભાઈ ગોટી (40) રહે. પ્રભુ કૃપા બાલાજી હોમ્સ-2 બ્લોક નં-704 મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. જ્યારે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે તેની પાસેથી 3600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિક્રમભાઈ ઉર્ફે ઢીંગો વેલજીભાઈ ધામેચા (19) રહે. મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે શીતળામાતા વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે તો મોરબીની રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 696 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી રવિભાઈ શામજીભાઈ ડંડેયા (30) રહે. હાલ હોલો સેનેટરી સિરામિક કારખાનામાં ઘુટુ રોડ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News