મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકનેર તાલુકાનો બનાવ: પૂર્વ પ્રેમીએ વ્હોટ્સ એપ, ઇન્સ્ટગ્રામ અને ફેસબુકમાં જૂના ફોટો વાયરલ કરતાં યુવતીએ નોંધાવી ફરિયાદ


SHARE







વાંકનેર તાલુકાનો બનાવ: પૂર્વ પ્રેમીએ વ્હોટ્સ એપ, ઇન્સ્ટગ્રામ અને ફેસબુકમાં જૂના ફોટો વાયરલ કરતાં યુવતીએ નોંધાવી ફરિયાદ

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીને અગાઉ જે યુવક સાથે પ્રેમસંબંધ હતો તે અંગેની યુવતીના ઘરે ખબર પડી જતા તેણે યુવાન સાથે પ્રેમસંબંધ રાખવો ન હતો તેમ છતાં પણ યુવાન દ્વારા પ્રેમસંબંધ રાખવા માટે થઈને યુવતીને દબાણ કરવામાં આવતું હતું અને યુવતી વસ્તુઓ લેવા માટે બહાર જાય તો તેની પાછળ જઈને તેમજ અગાઉ યુવતી સાથે પાડેલા ફોટા વ્હોટ્સ એપ સ્ટેટસ અને ઇન્સ્ટગ્રામ તેમજ ફેસબુકના ડીપીમાં મૂકીને યુવતીને હેરાન પરેશન કરવામાં આવતી હતી જેથી યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ મોહનભાઈ ચાવડા રહે. પંચાસીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, યુવતીને અગાઉ આરોપી સાથે પ્રેમસંબંધ હતો જો કે, તે બાબતની જાણ યુવતીના ઘરે થઈ ગયેલ હોવાથી તેને આરોપી સાથે પ્રેમસંબંધ રાખવો ન હતો તેમ છતાં પણ આરોપી દ્વારા પ્રેમસંબંધ રાખવા માટે થઈને દબાણ કરવામાં આવતું હતું અને અવારનવાર તે ફરિયાદીનો પીછો કરતો હતો આટલું નહીં પરંતુ અગાઉ ફરિયાદી સાથે પાડેલા ફોટો વ્હોટ્સએપ સ્ટેટસ તથા ઇન્સ્ટગ્રામ તેમજ ફેસબુકમાં તેમજ પોતાના ડીપીમાં રાખીને યુવતીને હેરાન પરેશાન કરતો હતો જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News