મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

હળવદમાં યુવતી સાથે સબંધ હોવાની શંકાના આધારે યુવાનના ઘરમાં ઘૂસીને તેના પિતાને તલવારનો ઘા ઝીકયો, માતા-બહેનને ધોકા વડે મારમાર્યો


SHARE







હળવદમાં યુવતી સાથે સબંધ હોવાની શંકાના આધારે યુવાનના ઘરમાં ઘૂસીને તેના પિતાને તલવારનો ઘા ઝીકયો, માતા-બહેનને ધોકા વડે મારમાર્યો

હળવદ માર્કેટ યાર્ડ સામેના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનના દીકરાને સામેવાળાની બહેન સાથે સંબંધ હોવાની શંકા રાખીને ત્રણ શખ્સો તલવાર અને ધોકા સાથે યુવાનના ઘરમાં ઘૂસી ગયા હતા અને યુવાનને માથામાં તલવારનો ઘા માર્યો હતો તથા તેના પત્ની અને દીકરીને ધોકા વડે મારમારીને ઇજાઓ કરી હતી આટલું નહીં પરંતુ યુવાન તથા તેના પરિવારજનોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઈજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ માર્કેટયાર્ડ સામેના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ રતનજીભાઈ બારૈયા (45)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલ લીલાભાઈ કોળી, મનસુખ લીલાભાઈ કોળી અને મહેશ ઉર્ફે મલો ભોલાભાઈ કોળી રહે. બધા ભવાનીનગર ઢોરા વિસ્તાર હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેઓ તેના પત્ની મધુબેન તેમજ દીકરી દક્ષા અને જમાઈ તેમજ દીકરી જયદીપ બધા ઘરે હતા ત્યારે તેમના ઘરનો દરવાજો ખખડાવવામાં આવતા ફરિયાદીના પત્ની મધુબેને ઘરનો દરવાજો ખોલ્યો હતો ત્યારે ત્રણેય આરોપીઓ હાથમાં તલવાર અને ધોકા લઈને તેઓના ઘરની અંદર ઘૂસી ગયા હતા અને ફરિયાદીનો દીકરો જયદીપ આરોપીઓના બહેન સાથે સંબંધ રાખતો હોવાની શંકાના આધારે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ફરિયાદીને ગોપાલે માથાના ભાગે તલવારનો ઘા મારીને ઇજા કરી હતી જ્યારે મનસુખએ લાકડાના ધોકા વડે ડાબા હાથમાં મારમારીને ફેક્ર જેવી ઈજા કરેલ છે તેમજ ફરિયાદીના પત્ની મધુબેનને બંને હાથમાં ધોકા વડે માર માર્યો હતો અને ફરિયાદીની દીકરી દક્ષાને ધોકા વડે કપાળના ભાગે મારમારીને ઇજા કરી હતી તથા ફરિયાદી અને સાહેદોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજા પામેલ બે મહિલાઓ સહિતના ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News