મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ ગામે યુવાને ઝેરી દવા પીને, મોરબીના રાજપર રોડે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને જીવન ટુકાવ્યા


SHARE







માળીયા (મી)ના ખીરઈ ગામે યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત: મોરબીના રાજપર રોડે કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવાને કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે વાડીએ રહેતા યુવાને ઝેરી દવા પીને તથા મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા મીયાણા તાલુકાના ખીરઈ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા મુકેશભાઈ ગુમિયાભાઈ નાયક (35) એ વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવા અંગેની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના પત્ની બે વર્ષ પહેલા ગુજરી ગયા હતા અને મૃતક યુવાન ગુમસૂમ રહેતો હતો દરમિયાન તે જિંદગીથી નાસીપાસ થઈ ગયો હોવાના કારણે તેણે ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના રાજપર રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટ પાછળ જય દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં તિરૂપતિ પેપર્સ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ભરતકુમાર હરિરામ પુરોહિત (19) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.






Latest News