મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ખીજડીયા ગામે ઘરમાંથી દેશી-વિદેશી દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ: માળીયા (મી)ના ખીરાઇ ગામ નજીકથી 1600 લિટર આથો ઝડપાયો


SHARE







વાંકાનેરના ખીજડીયા ગામે ઘરમાંથી દેશી-વિદેશી દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ: માળીયા (મી)ના ખીરાઇ ગામ નજીકથી 1600 લિટર આથો ઝડપાયો

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 23 લીટર દેશી દારૂ, છ વિદેશી દારૂની બોટલ, ગેસના બાટલા, રેગ્યુલેટર વિગેરે સાધનો તેમજ બાઈક મળીને 40,800 ની કિંમત પણ મુદ્દામા કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા નિલેશભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વિદેશી દારૂની 6 બોટલો તથા 23 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો તેમજ ગેસના બે બાટલા, રેગ્યુલેટર અને તપેલા સહિતની વસ્તુઓ મળી આવી હતી જેથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો તથા બાઇક નંબર જીજે 36 એજી 9981 આમ કુલ મળીને 40,800 રૂપિયા ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી નિલેશભાઈ રવજીભાઈ સોલંકી (29) રહે. ખીજડીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી જ્યારે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સાગરભાઇ રવજીભાઈ સોલંકી રહે. ખીજડીયા તાલુકો વાંકાનેર વાળો હાજરમાં હોય બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

દેશી દારૂનો આથો

માળીયા મીયાણા તાલુકાના ખીરાઇ ગામની સીમમાં ખારો વિસ્તાર તરીકે ઓળખાતા વોકળાના કાંઠે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1600 લીટર દેશી દારૂનો આથો મળી આવ્યો હતો જેથી કરીને 40 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાકબજે કર્યો હતો જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સમીર સાઉદીનભાઇ જેડા રહે. ખીરઈ તાલુકો માળીયા મીયાણા વાળા સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News