મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મારી ગાયોને નીચે ઉતારો તો જ મારું બુલેટ નીચે ઉતરશે: મોરબીમાં ઢોર પકડવાની ટ્રૉલીમાં બુલેટ ચડાવીને મહાપાલિકાના સ્ટાફ અને પોલીસને ધમકી !


SHARE











મારી ગાયોને નીચે ઉતારો તો જ મારું બુલેટ નીચે ઉતરશે: મોરબીમાં ઢોર પકડવાની ટ્રૉલીમાં બુલેટ ચડાવીને મહાપાલિકાના સ્ટાફ અને પોલીસને ધમકી !

મોરબીમાં આવેલ વિદ્યુતનગરમાં મહાપાલિકાની ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન તે વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાનું બુલેટ ઢોર પકડવાની ટ્રોલીમાં ફુલ સ્પીડમાં ચડાવી દેવામાં આવ્યું હતું અને “મારી ગાયોને નીચે ઉતારો તો જ મારું બુલેટ નીચે ઉતરશે” તેમ કહીને મહાપાલિકાના કર્મચારીઓ તથા બંદોબસ્તમાં રહેલ પોલીસના માણસોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા કર્મચારી દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી શહેરના લોકોને રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તેના માટે મહાપાલિકાની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ઢોર પકડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે દરમિયાન થોડા દિવસો પહેલા મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટી પાસે ઢોર પકડવાની કામગીરી ચાલુ હતી ત્યારે રસ્તે રજડતી ગાયોને પકડવામાં આવતા બે મહિલાઓ દ્વારા મહાપાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરીને તેની ગાયો છોડાવી જવામાં આવી હતી અને તે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહાપાલિકાના કર્મચારી દ્વારા ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ હવે મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહાપાલિકાના કર્મચારી વિપુલભાઈ લખમણભાઇ છૈયાં (29) દ્વારા કિસાનભાઈ ગોરા અને ભરતભાઈ ગોરા રહે. બંને વિદ્યુતનગર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 23/12 ના રોજ સવારના 11:00 વાગ્યાના અરસામાં મહાપાલિકાની ટીમ દ્વારા વિદ્યુતનગર વિસ્તારમાં રસ્તે રજડતા ઢોરને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે મહાપાલિકાના કર્મચારીઓ તેમજ પોલીસ બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા તે મયે કિશનભાઈ ગોગરા દ્વારા તેનું બુલેટ ફુલ સ્પીડમાં લઈ આવીને ઢોર પકડવા માટેની જે ટ્રોલી હતી તેમાં ભરેલ ગાયો અને માણસો ઊભા હતા ત્યાં બુલેટ ચડાવી દેવામાં આવ્યું હતું અને બુલેટ આડુ રાખીને મારી ગાયો નીચે ઉતારો તો જ મારું બુલેટ નીચે ઉતરશે તેવું કહ્યું હતું ત્યારબાદ ફોન કરીને ભરતભાઈ ગોરાને ત્યાં સ્થળ ઉપર બોલાવ્યા હતા અને બંને શખ્સો દ્વારા પોતાની ગાયો ટ્રોલીમાંથી છોડાવી જવામાં આવી હતી અને મહાપાલિકાના કર્મચારીઓ તથા બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી મહાપાલિકાના કર્મચારીનોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News