મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત


SHARE







વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના જીનપરા પ્રતાપપરા શેરી નં-7 માં રહેતા વૃદ્ધને ડાયાબિટીસની બીમારી હોય તેની સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં બેભાન થઈ ગયા હતા અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના જીનપરા પ્રતાપરા શેરી નં-7 માં રહેતા વિનોદરાય પ્રભુલાલ કટારીયા (62) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેમને ડાયાબિટીસની બીમારી હોય જેથી કરીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને રસ્તામાં તેઓ બેભાન થઈ ગયા હતા અને હોસ્પિટલે પહોંચશે ત્યારે ડોક્ટરે તેમને જોઈ તપાસીને પછી મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

1200 લીટર આથો ઝડપાયો

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં છતર જવાના રસ્તે નદીના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1200 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં આરોપી હાજર ન હોય હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુરભાઈ મનસુખભાઈ લોરીયા રહે. કોટડા નાયાણી તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News