મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં 25 ડિસેમ્બરે સાર્થક તુલસી દિવસ ઉજવાશે


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરમાં 25 ડિસેમ્બરે સાર્થક તુલસી દિવસ ઉજવાશે

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે છેલ્લા નવ વર્ષથી સાર્થક તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી તા. 25 ડિસેમ્બરના રોજ સાર્થક વિદ્યામંદિર દ્વારા 10 મો સાર્થક તુલસી દિવસ ઉજવવામાં આવશે. તેની સાથે જુદાજુદા કાર્યક્રમ પણ યોજાશે.

મોરબીમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ખાતે તા. 25 ડિસેમ્બરે સવારે 8 થી 1 વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણી કરાશે. ત્યારે તુલસી પૂજનતુલસી પ્રદર્શની અને તુલસી રોપા તેમજ માંજર વિતરણ, મહા યજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓ/ સંસ્થાઓનું સન્માન, વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહતદરે વેચાણ, શાળામાં ચાલતા કંઠસ્થીકરણ પ્રકલ્પની 5 કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તેમજ શિક્ષણ અને સમાજ જાગૃતિ માટેની 3 કૃતિઓ આચાર્ય (શિક્ષકો) દ્વારા રજૂ કરવામાં આવશે. તેવું શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ છે. વધુમાં જણાવ્યુ છેકે, સાર્થક તુલસી દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી તે શાળાના વિચારને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને ઘણી શાળામાં હવે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.




Latest News