મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા ટોલનાકાનો કોન્ટ્રાક્ટ પાછો લેવા જૂના કોન્ટ્રાક્ટરે હથિયાર બતાવીને મેનેજરને આપી ધમકી: 4 સામે ફરિયાદ


SHARE







વાંકાનેરના વઘાસિયા ટોલનાકાનો કોન્ટ્રાક્ટ પાછો લેવા જૂના કોન્ટ્રાક્ટરે હથિયાર બતાવીને મેનેજરને આપી ધમકી: 4 સામે ફરિયાદ

વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકાના મેનેજરને અગાઉ ટોલનાકાનો કોન્ટ્રાક્ટ રાખનાર વ્યક્તિ દ્વારા ટોલનાકાની ઓફિસમાં આવીને પોતાનું લાયસન્સ વાળું હથિયાર બતાવીને ધમકી આપવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટ પરત આપવાનું કહીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મેનેજર દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મિસરી હોટલ પાછળ સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને વઘાસીયા ટોલનાકામાં મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ (37)રવિરાજસિંહ ઝાલા, હરુભા તથા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ વઘાસીયા ટોલનાકે પોતાની ઓફિસમાં હતા ત્યારે ચારેય આરોપીઓ તેની ઓફિસમાં આવ્યા હતા અને ત્યારે રવિરાજસિંહ ઝાલાએ પોતાના લાયસન્સ વાળા હથિયાર ઉપર હાથ રાખીને આરોપીઓને ટોલનાકાનો અગાઉ કોન્ટ્રાક્ટ તો જે મૂકી દીધેલ હોય તેને પરત આપવા માટે ફરિયાદીને કહ્યું હતું અને ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News