મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા ગામના યુવાનને પિસ્તોલ જેવું હથિયાર બતાવીને સગી નહીં થાય આટલી વાર લાગશે તેવી ધમકી આપી: ત્રણ વ્યક્તિ ઉપર આઠ શખ્સોનો હુમલો


SHARE











વાંકાનેરના જાલીડા ગામના યુવાનને પિસ્તોલ જેવું હથિયાર બતાવીને સગી નહીં થાય આટલી વાર લાગશે તેવી ધમકી આપી: ત્રણ વ્યક્તિ ઉપર આઠ શખ્સોનો હુમલો

વાંકાનેરના જાલીડા ગામે રહેતા યુવાનને અગાઉ કારખાનામાં ડમ્પર ચલાવવા બાબતે જેની સાથે માથાકૂટ થઈ હતી તે શખ્સ યુવાન ગામ તરફ જતો હતો ત્યાં રસ્તા ઉપર આવેલ તુલસી હોટલ પાસે ખાડામાં ઉભો હતો દરમિયાન તેણે યુવાનને હાથ ઊંચો કરીને પોતાની પાસે બોલાવ્યો હતો જેથી યુવાન ત્યાં ગયો હતો અને ત્યારે તેને ગાળો આપીને પિસ્તોલ જેવું હથિયાર બતાવીને સગી નહીં થાય આટલી વાર લાગશે તેવી ધમકી આપી હતી તેવામાં યુવાનનો ભાણેજ અને ભત્રીજો ત્યાંથી નીકળ્યો હતો તે બંને ત્યાં આવતા સામેવાળા 8 શખ્સોએ હુમલો કર્યો હતો અને લોખંડના પાઇપ, કુહાડી તેમજ ધોકા જેવા હથિયાર વડે યુવાન તથા તેના ભાણેજ તેમજ ભત્રીજાને માર મારતા ઇજા પામેલા ત્રણેય વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા સરદુલભાઈ મેરાભાઇ લોહ (45)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુપતભાઈ ઘુસાભાઇ હાડગરડા રહે. જાલીડા, જગમાલભાઈ હાડગરડા રહે. જાલીડા, જીવણભાઈ નારુભાઈ હાડગરડા રહે. જાલીડા જગાભાઈ ગોવિંદભાઈ સુસરા રહે. ભલગામ અને વિપુલભાઈ કોળી રહે. હોલમતથા અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ભુપતભાઈ સાથે અગાઉ કારખાનામાં ડમ્પર ચલાવવા બાબતે ફરિયાદીને માથાકૂટ થઈ હતી તે બાબતનો ખારાખીને ફરિયાદી પોતાનું બાઈક લઈને પોતાના ગામ તરફ જતા હતા ત્યારે તુલસી હોટલ પાસે રોડ સાઈડમાં ભુપતભાઈ અને વિપુલભાઈ ખાડામાં ઉભેલ હતા ત્યાં ફરિયાદીને હાથ ઊંચો કરીને બોલાવતા ફરિયાદી પોતાનો બાઇક ઊભું રાખીને ત્યાં તેની પાસે ગયો હતો અને ત્યારબાદ ફરિયાદીને તે બંને શખ્સોએ ગાળો આપી હતી અને પિસ્તોલ જેવું હથિયાર બતાવીને સગી નહીં થાય આટલી વાર લાગશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ બંને રોડ પર પડેલ પોતાની ગાડી તરફ જતા રહેલા હતા

દરમ્યાન ફરિયાદીનો ભત્રીજો વિજય અને ભાણેજ રાહુલ બને ત્યાંથી નીકળતા ફરિયાદીને જોઈ જતા તેની પાસે આવ્યા હતા અને ત્યારે આરોપીઓએ એક સં કરી લોખંડના પાઇપ, કુહાડી તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીને ભુપતભાઈએ જમણા પગમાં લોખંડનો પાઇપ મારીને તથા અન્ય આરોપીઓએ આડેધડ માર મારીને ફ્રેક્ચર જેવી ઇજાઓ કરી હતી જ્યારે તેના ભત્રીજા વિજયને જગમાલભાઈએ માથા અને આંખ પાસે કુહાડી વડે મારમારીને ઇજા કરી હતી જ્યારે ભાણેજ રાહુલને વિપુલભાઈએ લોખંડના પાઈપ વડે ડાબા પગમાં મારમારીને ઇજાઓ કરી હતી જેથી ઈજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News