માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે અકસ્માત વળતરના કેસમાં ૧૫.૧૫ લાખનું વળતર ચુકવવા કર્યો આદેશ


SHARE







મોરબીની કોર્ટે અકસ્માત વળતરના કેસમાં ૧૫.૧૫ લાખનું વળતર ચુકવવા કર્યો આદેશ

મોરબીના માણેકવાડા ગામથી રિક્ષામાં મોરબી આવતા સમયે રિક્ષામાં બેઠેક વ્યક્તિ ફગોળાઇ ગયેલ હતી જેથી તેને ઇજા થતાં તેનું મોત નીપજયું હતું આ અકસ્માતના બનાવમાં વળતર માટેનો કેસ કર્યો હતો જે કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે ૧૫.૧૫ લાખનું વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.

આ અકસ્માત કેઇસની વિગત એવી છે કે, ગત તા.૩-૨-૧૯ ના રોજ વિજયભાઇ બચુભાઇ મુછડીયા રહે. માણેકવાડા તાલુકો મોરબી વાળા રીક્ષા નં. જીજે ૨૩ યુ ૪૧૯૭ માં પેશેજર તરીકે બેસી મોરબી જતા હતા ત્યારે રીક્ષા ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે બેદરકારીથી ચલાવતા વિજયભાઇ બચુભાઇ મુછડીયા રીક્ષામાંથી ફગોળાઇ ગયેલ હતા અને ગંભીર ઇજા થવાથી તેઓનું મોત નીપજયું હતું આ અંગે અકસ્માત વળતરનો કેઇસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા નામદાર ટ્રીબ્યુનલે અરજદારના સિનીયર વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમ કોર્ટના ચુકાદા ધ્યાને લઇ અરજદારને ૧૫,૧૫,૬૦૦ નું વળતર ૭ ટકા વ્યાજ સહીત ચુકવી આપવા તથા ખર્ચ આપવા રીક્ષાના ડ્રાઇવર તથા માલીક સામે તાજેતરમાં હુકમ કરેલ છે. આ કામમાં અરજદાર તરફે સીનીયર વકીલ બી.બી.હડીયલ રોકાયેલ હતા.






Latest News