મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

તું અમારી ગાયોની ગાડીની માહિતી આપે છે કહીને વાંકાનેરમાં યુવાનને બે શખ્સોએ પાઇપ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







તું અમારી ગાયોની ગાડીની માહિતી આપે છે કહીને વાંકાનેરમાં યુવાનને બે શખ્સોએ પાઇપ વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ અલંકાર હોટલની પાછળના ભાગમાં રહેતો યુવાન મજૂરી કામ કરીને ઘરે આવ્યો હતો ત્યારે બે શખ્સો તેના ઘરે આવ્યા હતા અને “તું અમારી ગાયોની ગાડીની માહિતી આપે છે” તેવું કહીને તેની સાથે બોલાચલી કરી હતી ત્યારબાદ ગાળો આપી હતી જેથી યુવાને ગાળો આપવાની ના પાડતા ઘરે આવેલા બંને શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરીને યુવાનને હાથમાં મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુરમાં અલંકાર હોટલની પાસેના ભાગમાં રહેતા જયેશભાઈ માનાભાઈ સિંધવ (45)એ ફિરદોષ મુનાભાઈ ખલીફા અને ફેઝલ મુનાભાઈ ખલીફા રહે. બન્ને ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો ભાઈ સાહેદ રામાભાઇ માનાભાઈ સિંધવ મજૂરી કામ કરીને પોતાના ઘરે આવ્યો હતો દરમિયાન આરોપીઓ તેના હાથમાં લોખંડના પાઇપ લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીના ભાઈને કહ્યું હતું કે “તું અમારી ગાયોની ગાડીઓની માહિતી આપે છે” ત્યારે ફરિયાદીના ભાઈએ કહ્યું હતું કે “હું મજૂરી કામ કરું છું, હું શું કામ તમારી માહિતી આપું” જેથી કરીને બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે ફરિયાદીના ભાઈને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીના ભાઈએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ ફરિયાદીના ભાઈને ડાબા હાથમાં ખભા અને કોણીથી ઉપરના ભાગે લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો અને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઈકની ચોરી

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમમાં પ્રવીણભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિજયભાઈ અભલાભાઈ ઉર્ફે અભેસિંગ પલાસ (29)એ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, પ્રવીણભાઈ પટેલની વાડીમાં તેઓએ બાઈક નંબર જીજે 20 બીએચ 3021 પાર્ક કરીને મૂક્યું હતું જે 35,000 ની કિંમતના બાઈકની કોઈએ અજાણ્યા શખ્સે ચોરી કરેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News