મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના યુવાનનો ટેલિગ્રામથી સંપર્ક કર્યા બાદ અજાણ્યા શખ્સોએ લાલચ આપીને કરી 27.57 લાખની ઠગાઇ


SHARE







મોરબીના યુવાનનો ટેલિગ્રામથી સંપર્ક કર્યા બાદ અજાણ્યા શખ્સોએ લાલચ આપીને કરી 27.57 લાખની ઠગાઇ

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને ઘણી વખત લોભામણી અને લલચામણી સ્કીમો લોકોને આપવામાં આવે અને ત્યારબાદ લોકોની સાથે ઠગાઈ કરવામાં આવે તેવી ઘટનાઓ બનતી હોય છે તેવામાં મોરબીમાં આવેલ ધર્મલાભ સોસાયટીમાં દેવ સત્ય પેલેસ ખાતે રહેતા યુવાનનો ટેલિગ્રામ એપ્લિકેશનથી સંપર્ક કરીને લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ યુવાને જુદાજુદા બેંક એકાઉન્ટમાં કુલ મળીને 27.57 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું જે રોકાણ કરેલ રૂપિયા પરત માંગતા તે પરત આપવામાં આવ્યા ન હતા જેથી તેની સાથે ઠગાઈ થયેલ હોય ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં આવેલ ધર્મલાભ સોસાયટીમાં દેવસત્ય પેલેસ ખાતે રહેતા અને ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ કરતા નીરવકુમાર નરેશભાઈ કુકરવાડિયા (30)એ હાલમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે પ્રિયા નંદાકુમાર, રોમીલા દેવી, દેવેન્દ્ર, સંજયકપૂર અને અર્જુન પ્રસાદ નામના પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીને આરોપીએ સોશિયલ મીડિયાની ટેલિગ્રામ એપ્લિકેશન ઉપર અલગ અલગ ટેલિગ્રામ યુઝર પ્રોફાઈલ બનાવી તેમાં ઓનલાઇન ટાસ્ક પૂરી કરી મોટો આર્થિક ફાયદો મેળવવા અંગેની લોભામણી લાલચ અને સ્કીમ આપી હતી અને તે બાબતે મેસેજથી વાતચીત ફરિયાદી સાથે કરીને તેનો ભરોસો કેળવ્યો હતો ત્યારબાદ ફરિયાદી દ્વારા એસબીઆઇ અને એચડીએફસી બેંકના અલગ અલગ એકાઉન્ટમાં અલગ અલગ તારીખે કુલ મળીને 27.57 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. જે રોકાણ કરેલ નાણાને ફરિયાદીએ આરોપીઓ પાસેથી પરત માંગતા તે પરત આપવામાં આવ્યા ન હતા જેથી યુવાન સાથે ઠગાઈ થઈ હોય ભોગ બનેલ યુવાને મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂના જથ્થાની હેરાફેરી

મોરબી તાલુકાના સરતાનપર અને પાનેલી રોડ ઉપરથી બાઈક નંબર જીજે 36 એએસ 0467 લઈને બે બાળ કિશોર પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેને રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી 18 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 3600 રૂપિયાની કિંમતમાં દારૂ, 20,000 રૂપિયાની કિંમતનું બાઈક અને તેની પાસેથી 11,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને 34,600 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને પકડાયેલ બાળકીશોરોની પૂછપરછ કરવામાં આવતા વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા મેરૂભાઈ રમેશભાઈ દેકાવાડિયા પાસેથી દારૂનો જથ્થો લઈને તેઓ મોરબીના પાનેલી રોડ ઉપર વિનુભાઈ સલાટને દેશી દારૂનો જથ્થો આપવા માટે જતા હતા તેવું સામે આવ્યું હતું જેથી બે બાળકિશોર સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News