મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરના ગારીડા ગામે દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબી : વાંકાનેરના ગારીડા ગામે દવા પી ગયેલ સગીરાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ ગારીડા ગામે રહેતા પરિવારની સગીર વયની યુવતી તેના ઘરે કોઈ કારણોસર દવા પી ગઈ હતી અને છેલ્લા પખવાડિયાથી મોરબીમાં સારવાર હેઠળ હતી જેનું સારવાર દરમિયાન ગત રાત્રીના મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેરના ગારીડા ગામે રહેતા પરિવારની માનસીબેન દેવરાજભાઈ ધોળકિયા નામની ૧૭ વર્ષની સગીરા ગત તા.૩૦-૧૦ ના સાંજના ૬:૩૦ વાગ્યાના અરસામાં તેના ઘરે દવા પી ગઈ હતી.જેથી કરીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને અહીં છેલ્લા પખવાડિયાથી વધુ સમય માટે તે સારવાર હેઠળ હતી.દરમિયાનમાં ગઈકાલ તા.૧૭-૧૧ ના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તેણીનું મોત નિપજયુ હતું.બનાવની એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
મારામારીમાં ઇજા

મોરબીના નાની વાવડી ગામે ખોડીયાર મંદિર નજીક ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઈજા થતા પ્રતિક ભરતભાઈ પિત્રોડા (૨૯) રહે.રવિ પાર્ક વાવડી રોડને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જેતપર-પાવળીયારી રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં જીતેન્દ્ર રામકુમાર યાદવ નામના ૨૫ વર્ષીય યુવાનને પણ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે ઊંચી માંડલ સેવીસ સીરામીક પાસે થયેલ મારામારીના બનવામાં સપનાબેન રાહુલભાઈ પાંડે (૨૬) નામની મહિનાને ઈજાઓ થયેલ હોય તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં

મોરબીના ટંકારા પાસેની લજાઇ ચોકડીએ વડવાળા હોટલ પાસે સાપ કરડી જતા લાલાભાઇ કરમણભાઇ મુંધવા (૨૨) રહે.લાલપરને સારવાર માટે મોરબી લાવવામા આવ્યો હતો.જ્યારે માળિયા(મિ.) વાંઢ વિસ્તારમાં રહેતા હસીનાબેન અલીમામદભાઈ કટિયા નામના ૬૦ વર્ષના વૃદ્ધા પગપાળા જતા હતા ત્યારે કોઈ બાઈક ચાલકે તેમને હડફેટે લેતા સારવાર માટે મોરબી લવાયા હતા.તેમજ કચ્છના રાપર પાસેના ભીમદેવકા ગામે બાઈક અકસ્માતમાં ઇજા પામેલા જકશીભાઈ મોહનભાઈ કોળી નામના ૩૭ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી લવાયો હતો.તેમજ હળવદના ભલગામડા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતા સમયે બાઇક હડફેટે ઇજા પામેલા જયપાલ ભગવાનભાઈ ઉઘરેજા નામના છ વર્ષના બાળકને અત્રે સારવાર માટે લવાયો હતો અને ધાંગધ્રા-હળવદ રોડ ઉપર કાર ઉપર કાબુ ન રહેતા સર્જાયેલા અકસ્માત બનાવમાં ઇજા પામેલ મયુરભાઇ ભાનુશંકર જોશી (૩૫) રહે.મુંબઈ તથા જયેશભાઇ શાંતિલાલ રાવલ (૩૨) રહે.સામખીયાળી જી.કચ્છને મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ સ્થાનિક પોલીસ દ્વારા જણાવાયેલ છે

 






Latest News