મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવાગામ પાસે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: ટંકારાના જીવાપર ગામે પારાપેટની ઈંટ નીકળી જતા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત


SHARE













માળીયા (મી)ના નવાગામ પાસે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: ટંકારાના જીવાપર ગામે પારાપેટની ઈંટ નીકળી જતા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત

માળીયા (મી)ના નવાગામની સીમમાં આવેલ કુવામાં કોઈ કારણોસર યુવાન પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા (મી)ના કોળીવાસમાં રહેતા ગોવિંદભાઈ અરજણભાઈ વાઘેલા (40) નામનો યુવાન કોઈ કારણોસર માળીયા મિયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કુવામાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતુ અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે માળિયામાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

પારાપેટની ઈંટ નીકળી જતા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત

ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં ભાણજીભાઈ બારૈયાની વાડીના કુવામાં પડી જવાથી જયદીપભાઇ મહેશભાઈ ભાભોર (12) નામના સગીરનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતા મહેશભાઈ ભાભોર દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક બાળક બનાવના દિવસે બપોરે 11:00 વાગ્યાના અરસામાં રમતા રમતા વાડીના કૂવાના કાંઠે ચડીને ત્યાં આવેલ વાડીની ઓરડી ઉપર ચડવા જતો હતો ત્યારે અકસ્માતે ઓરડીની પારાપેટની ઈંટ નીકળી જતા તે પાણી ભરેલા કૂવામાં પડ્યો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News