મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી સિરામિક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી  ખતમ કરવાની ચાઇનાની કુટનિતીનો ફિયાસ્કો


SHARE







મોરબી સિરામિક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી  ખતમ કરવાની ચાઇનાની કુટનિતીનો ફિયાસ્કો

ઇન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન ની વર્કીંગ કમિટીની તાજેતરમાં મીટીંગ મળી હતી જે ISO-TC/189 સિરામિક ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. આ કમિટીમાં વિશ્વના 29 દેશના સભ્ય છે. તેમાંથી 26 દેશના ડેલિગેશન  ISO-TC/189  ની મીટીંગમાં હાજર રહ્યા હતા આ વર્કિંગ કમીટીની મીટીંગ ઇન્ડોનેશિયાના યોગ્યાકર્તા શહેરમાં  તા.13 આ ને 14 ના રીજ યોજાયેલ હતી જેમાં ભારતીય ડેલિગેશન ના પ્રતિનિધી તરીકે પાંચ મેમ્બર આ મીટીંગમાં હાજર રહ્યા હતા.  જેમાં  ડો. અશોક ખુરાના (ચેરમેન બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ-દિલ્હી), આર.ડી.માથુર (BIS કમિટી મેમ્બર),પોલસન કે. (BIS કમિટી મેમ્બર), મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશ બોપલિયા અને જેરામભાઇ કાવર (BIS કમિટી મેમ્બર)નો સમાવેશ થાય છે.

ગત વર્ષે ચાઇના ડેલિગેશન તરફથી સ્લેબ ટાઇલ્સ માં ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર  સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા માંગતા હતા અને આ બાબતની ટેસ્ટ મેથળ રજુ કરેલ હતી. જેમાં ભારતીય ડેલિગેશન તરફથી જોરદાર વિરોધ નોંઘાવેલ હતો અને આ વિરોધને ટેકો આપવા  માટે અમેરિકા, ઇટાલિ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને તર્કીના ડેલિગેશન આગળ આવ્યા હતા અને ધારદાર રજુઆત કરી હતી. આમ ચાઇના સામે ભારતના આ વિરોધની કમિટીના ચેરમેન ડો. સેન્ડર્સ જોહ્ન પી. (અમેરિકા)એ નોંધ લીધી હતી અને ભારતની તરફેણમાં નિર્ણય આપ્યો હતો અને ચાઇનાની કાવતરા ખોર નીતી  ખુલ્લી પડી હતી. આ વર્ષે ચાઇના દ્રારા સ્લેબ ટાઇલ્સ માટે બીજું સ્ટાન્ડર્ડ ફ્લક્ચર સ્ટ્રેન્થ ઓફ  ગ્લેઝ લાવવા માટે મરણિયા પ્રયાસો કરેલ હતા. પરંતુ ભારતના ડેલિગેશન સાથે અન્ય દેશોએ વિરોધ નોંધાવી ચાઇનાની કુટનિતીનો ફિયાસ્કો થયો હતો અને તેનુ છેતરામણી ભર્યુ સ્ટાન્ડર્ડ કેન્સલ થયુ હતુ અને ચાઇનાને વધુ એક લપડાક લાગી હતી.

આ ટેસ્ટ આવવાથી મોરબીના જીવીટી બનાવતા એકમોને ઘણી બધી નુકસાની જાય તેમ છે. કારણ કે આ ટેસ્ટ મુજબની ગુણવતા માટેની ટાઇલ્સ બનાવવા માટે આપણા ભારતમાં આ સ્ટાન્ડર્ડ  માટેનુ રોમટીરીયલ અવેલેબલ નથી. જો આ ટેસ્ટ આંતર રાષ્ટ્રિય સ્ટાન્ડર્ડમાં આવે તો તે ગુણવતા મુજબની ટાઇલ્સ મોરબીમાં બનાવવા માટે ભારતે બીજા દેશ પર રોમટીરીયલ્સ માટે આધારીત રહેવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. અને આટલું જ નહીં આ સ્ટાન્ડર્ડ  પ્રાપ્ત કરવા માટે રોમટિરિયલ ઇમ્પોર્ટ કરવુ પડે જેથી તેની પડતર ઉંચી આવતા વૈશ્વિક માર્કેટમાં  મોરબીના સિરામિક ઉધોગકારો ટકી શકે નહી. જે બાબત ચાઇના સારી રીતે જાણતુ હોય પોતાની અનુકૂળતા મુજબ ISO સ્ટાન્ડર્ડ પાસ કરાવી મોરબી સિરામિક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી  ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, ચાઇનાની મેલી મુરાદને સમયે પારખીને ભારતીય ડેલિગેશને બિન જરુરી ટેસ્ટ મેથડનો વિરોધ કર્યો હતો. અને ભવિષ્યમાં આવા સ્ટાન્ડર્ડ અમલમાં ન આવે તેના માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ-દિલ્હી સતર્ક રહે છે અને મોરબી સિરામિક ઉધોગને જરુર માર્ગદર્શન આપે છે.






Latest News