મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સ્પા ભાડે રાખવાની વાતચીતમાં યુવાન સહિત બે વ્યક્તિને બે શખ્સોએ પાઇપ વડે મારમાર્યો


SHARE











વાંકાનેરના માટેલ રોડે સ્પા ભાડે રાખવાની વાતચીતમાં યુવાન સહિત બે વ્યક્તિને બે શખ્સોએ પાઇપ વડે મારમાર્યો

વાંકાનેરના માટેલ રોડ ઉપર માસ સ્પા પાસે યુવાનના કૌટુંબીક કાકા સાથે સ્પા ભાડે રાખવા બાબતે વાતચીત ચાલી રહી હતી તેવામાં સામે વાળાએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો જેથી યુવાન વચ્ચે પડતા તેને માથાના ભાગે પાઇપ મારીને ઇજા કરી હતી ત્યાર બાદ યુવાન અને સાહે બંને ત્યાં આવેલ પેટ્રોલપંપ પાસે આવેલ પાનની દુકાન પાસે જતાં રહ્યા હતા ત્યારે બંને શખ્સોએ ત્યાં આવીને યુવાન અને તેની સાથે રહેલા તેના કૌટુંબિક ભાઈને પાઇપ વડે માથા, હાથે-પગે અને શરીરે માર માર્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

મોરબીના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રામાપીરના મંદિરની પાછળના ભાગમાં રહેતા નિલેશભાઈ જયંતીભાઈ શેખવા (23)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ કોળી તથા કાનાભાઈનો છોકરો એમ કુલ બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેરના માટેલ રોડ ઉપર માસ સ્પા પાસે ફરિયાદીના કૌટુંબીક કાકા ભુપતભાઈને કાનાભાઈ સાથે સ્પા ભાડે રાખવા બાબતે વાતચીત ચાલી રહી હતી દરમિયાન કાનાભાઈએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો જેથી ફરિયાદી યુવાન વચ્ચે પડતા તેને માથામાં પાઇપ મારીને ઇજા કરી હતી ત્યાર બાદ ફરિયાદી અને સાહેત્યાંથી નીકળીને નજીકમાં આવેલ પેટ્રોલપંપ પાસે આવેલ પાનની દુકાન પાસે પહોંચ્યા હતા અને ત્યાં પાછળથી બંને આરોપીઓએ આવીને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માથામાં અને વાંસાના ભાગે પાઇપ વડે માર માર્યો હતો. જ્યારે ફરિયાદીના કૌટુંબિક ભાઈ હિતેશભાઈને કાનાભાઈએ પાઇપ વડે માથામાં માર મારીને ઇજા કરીને હતી અને કાનાભાઇના દીકરાએ હિતેશભાઈને પગમાં અને શરીરે પ્લાસ્ટિકના પાઇપ મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબીની મોટી માધાણી શેરી પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દિનેશભાઈ છત્રભૂભાઈ કારીયા (63) રહે. રુદ્ર ફ્લેટ માધાણી શેરી મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 520 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News