મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક કારખાનાનો લોખંડનો દરવાજો માથામાં લાગતા ઈજા પામેલા બાળકનું મોત


SHARE







ટંકારાના લજાઈ નજીક કારખાનાનો લોખંડનો દરવાજો માથામાં લાગતા ઈજા પામેલા બાળકનું મોત

ટંકારાના લજાઈ ગામે નસીપર રોડ ઉપર આવેલ કારખાનામાં પાંચ વર્ષનો બાળક રમતો હતો ત્યારે તેને માથાના ભાગે લોખંડનો દરવાજો લાગતા ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નીકળતા તે બાળકનું મોત નીપજયું હતું જે બનાવની મૃતક બાળકના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે નસીતપર રોડ ઉપર આવેલ મારુતિ પ્લાસ્ટિક નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રગનભાઈ સમરીયાભાઈ ડાવર (35) નો પાંચ વર્ષનો દીકરો સંદીપ ડાવર કારખાનામાં રમતો હતો ત્યારે રમતા રમતા તે કોઈ કારણોસર લોખંડના દરવાજા સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે બાળકને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના બનાવની મૃતક બાળકના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News