મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી ઓવરબ્રિજ પાસે કાર ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરની ઢુવા ચોકડી ઓવરબ્રિજ પાસે કાર ચાલકે રીક્ષાને પાછળથી ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર ઢુવા ઓવર બ્રિજ ઉતરતા મોરબી તરફ આવી રહેલ અતુલ શક્તિ રીક્ષાને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી અને આ બનાવમાં રીક્ષા ચાલક યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ ઉપરથી તેની કાર લઈને નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીશરૂ કરેલ છે

મોરબીના મકનસર ગામે આવેલ વાદી વસાહત પાસે રહેતા જીવરાજભાઈ દેવશીભાઈ પરમાર (31)એ  કાર નંબર જીજે 36 જે 9792 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, વાંકાનેરથી મોરબી તરફ આવવાના નેશનલ હાઈવે રોડ ઉપર ઢુવા ચોકડીએ ઓવરબ્રિજ ઉતરતા તેમનો ભાઈ ધરમશીભાઈ દેવશીભાઇ પરમાર (40) તેની અતુલ શક્તિ રીક્ષા નંબર જીજે 3 એવી 0771 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રિક્ષામાં તેની સાથે તેનો દીકરો સંજય (14) પણ બેઠેલ હતો ત્યારે કાર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના ભાઈની રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી જેથી રીક્ષા પલટી મારી જતા અકસ્માત થયો હતો અને બનાવમાં ફરિયાદીના ભાઈ ધરમશીભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જો કે, ફરિયાદીના ભત્રીજાને નાના મોટી ઇજાઓ થયેલ હતી. આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News