મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ


SHARE







મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ

મોરબી સર્વોદય એજયુકેશન સોસાયટીના સ્થાપક અને કેળવણીકાર સમગ્ર સમાજના સહયોગી એવા સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંવીના નામે રોડ અગર તો ચોકનું નામ રાખવાની ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવેલ છે. અને તેના માટેની મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવેલ છે.

મોરબીની સર્વોદય એજયુકેશન સોસાયટીના સ્થાપક તથા મોરબીની ઘણી આવી સામાજીક સંસ્થા સાથે જોડાયેલા અને સર્વે સમાજના લોક પ્રિય એવા સ્વ. છબીલભાઈ એમ. સંવી કે જેઓએ મોરબીમાં શિક્ષણની જયોત જગાવેલ હતી અને મોરબી તાલુકામાં હાઈસ્કૂલ ન હતી ત્યારે છબીલભાઈ સંધવીએ સર્વોદય એજયુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી અને મોરબીમાં શ્રીમતી એમ. પી. શેઠ ગલ્સ હાઈસ્કૂલ, બોયઝ હાઈસ્કૂલ, લો કોલેજ, આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજની સ્થાપના કરેલ હતી અને મોરબીના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્ત થાય તેવી કાળજી લીધી હતી. આ આટલું જ નહીં તેઓ સમગ્ર જ્ઞાતિને સાથે રાખી સમાજ ઉપયોગી સામાજિક કાર્ય કરતા હતા અને મોરબીની પ્રજાના હિતને ધ્યાનમાં રાખતા હતા. જેથી તેઓની સમાજ ઉપયોગી સેવા અને શિક્ષણપ્રેમને ધ્યાને લઈને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંવીના નામે મોરબીમાં કોઈ રોડનું અથવા તો ચોકનું નામકરણ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. જેના માટે સંસથા દ્વારા કેટલાક સૂચનો પણ કરવામાં આવેલ છે. જેમાં નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ભડીયાદ સુધીના રોડને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંવી રોડ, નઝરબાગ પોસ્ટ ઓફીસ પાસેના ચોકને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંઘવી ચોક, દરબારગઢથી ગ્રીન ચોક સુધીના રોડને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંઘવી રોડ, રવાપર રોડ સર્કલને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંધવી સર્કલ અને વીસી ફાટકથી રેલ્વે સ્ટેશન સુધીના રોડને સ્વ. શ્રી છબીલભાઈ એમ. સંધવી રોડ નામ આપવામાં આવે તેવી માંગ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ છે.






Latest News