મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકરનગરમાં જૂના મનદુખનો ખાર રાખીને વૃદ્ધને આંખ પાસે મુક્કો મારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







વાંકાનેરના આંબેડકરનગરમાં જૂના મનદુખનો ખાર રાખીને વૃદ્ધને આંખ પાસે મુક્કો મારીને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા વૃદ્ધના બાઇકનું હેન્ડલ પકડીને તેને રસ્તામાં અટકાવીને તમે કેમ તારા દીકરાના લગ્ન વખતે મારા વિરુદ્ધ અરજી કરી હતી તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા વૃદ્ધને ડાબી આંખ પાસે મુકો મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા વૃદ્ધે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આંબેડકરનગર શેરી નં-3 માં રહેતા દેસાભાઇ કરસનભાઈ બોસિયા (71)એ હાલમાં પ્રવીણભાઈ ખીમજીભાઇ ચાવડા રહે. આંબેડકરનગર શેરી નં-3  વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે તેઓ પોતાનું બાઈક લઈને આંબેડકરનગર શેરી નં-3 માં બાબુભાઈ પરમારના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને આરોપી પ્રવીણભાઈએ હેન્ડલ પકડીને ઊભું રખાવ્યું હતું અને કહ્યું હતું કે “તમે કેમ તારા દીકરાના લગ્ન વખતે મારા વિરુદ્ધ અરજી કરેલ હતી” તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સે ફરિયાદીને ડાબી આંખ પાસે એક મુકો મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મનસુખભાઈ કરસનભાઈ રાંકજા (65) અને ધર્મેશ મનસુખભાઈ રાંકજા (34) નામના બે વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તે બંન્ને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાપ કરડી ગયો

વાંકાનેરના ભરવાડપરામાં રહેતા લાલાભાઇ કરણાભાઈ મુંધવા (22) નામના યુવાનને વડવાળા હોટલ પાસે સા કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

કોઠારીયા નેકનામ ગામ પાસે બાઈક આડે કૂતરું આવતા બાઇક સ્લીપ સ્લીપ થયું હતું જે બનાવમાં કાનજીભાઈ ભગવાનભાઈ (44) નામના યુવાનને ઇજા થતાં તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાળકી સારવારમાં

ટંકારાના ઘુનડા સજનપર ગામે રહેતા બાબુભાઈ પાટડીયાની પાંચ વર્ષની દીકરી ધારા કોઈ કારણોસર સાયકલમાંથી પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News