મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના શિવપુર ગામે વાડીના શેઢા બાબતે ઝઘડો કરીને ભાઈએ ભાઈ ઉપર ખંપારી વડે કર્યો હુમલો


SHARE







હળવદના શિવપુર ગામે વાડીના શેઢા બાબતે ઝઘડો કરીને ભાઈએ ભાઈ ઉપર ખંપારી વડે કર્યો હુમલો

હળવદના શિવપુર ગામે વાડીના શેઢા બાબતે વૃદ્ધ સાથે તેના ભાઈએ બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ખંપારી વડે હુમલો કરીને વૃદ્ધને જમણા હાથ તથા આંગળીઓમાં માર મારીને ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા નારણભાઈ શીવાભાઈ ફુલતરીયા (59)એ તેઓના ભાઈ હસમુખભાઈ શીવાભાઈ ફુલતરીયા રહે. શિવપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, શિવપુર ગામે ચોથાળુ તરીકે ઓળખાતી સીમમાં તેઓની તથા આરોપીની એક જ શેઢે ખેતીની જમીન આવેલ છે અને તે વાડીના શેઢા બાબતે આરોપીએ ફરિયાદીની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો ત્યારબાદ આરોપીએ તેની પાસે રહેલ ખંપારી વડે ફરિયાદી ઉપર હુમલો કરીને ફરિયાદીને જમણા હાથના ભાગે માર મારીને કોણી પાસે તથા આંગળીઓમાં ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા હાલમાં તેઓના ભાઈ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News