મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

કારતક મહિનામાં ચોમાસુ !:મોરબી માળિયા તાલુકામાં ગણતરીની મિનિટોમાં પોણો ઈંચ વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા, ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો


SHARE







મોરબી શહેર અને તાલુકા તેમજ માળિયા તાલુકા વિસ્તારમાં હાલમાં જાણે ચોમાસુ સક્રિય થઈ ગયુ હોય તે રીતે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે આવી જ રીતે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો હોવાની માહિતી સામે આવી રહી છે જેથી કરીને ખેડૂતોની મૂંઝવણમાં સતત વધારો થઈ રહ્યો છે

હાલમાં રાજ્યના જુદાજુદા જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી મોરબી જિલ્લામાં પણ છેલ્લા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેથી ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જો આજના દિવસની વાત કરીએ તો આજે બપોરના સમયે અસહ્ય બફારો હતો અને સાંજના સમયે પણ ઉકરાટ જોવા મળતો હતો. જોકે, મોડી સાંજના લગભગ સાડા સાત વાગ્યાના અરસામાં મોરબી શહેર અને તાલુકા તથા માળિયા તાલુકા વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો હતો અને ગણતરીની મિનિટોમાં પોણા ઇંચ જેટલો વરસાદ વરસી જતા શેરી ગલીઓમાંથી વરસાદી પાણી ચોમાસાની જેમ રહેવા લાગ્યા હતા

અત્રે ઉલ્લેખને છે કે કારતક મહિનામાં હાલમાં કમોસમી વરસાદ ચોમાસાની જેમ પડે છે ત્યારે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે અને મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના પાંચ પૈકીના મોરબી તાલુકામાં 20 એમએમ અને માળિયા તાલુકામાં 18 એમએમ જેટલો વરસાદ આઠ વાગ્યા સુધીમાં આજના દિવસ દરમિયાન નોંધાયેલ છે અને સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે સાંજના સમયે વરસાદ વરસ્યો હતો જોકે હળવદ અને વાંકાનેર તાલુકામાં વરસાદ નથી. પરંતુ બે બન્ને તાલુકામાં વરસાદી માહોલ છે અને અસહ્ય બફારો છે.




Latest News