મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં રીક્ષામાં ચોરખાનું બનાવીને દારૂની બોટલોની પાઇલોટિંગ સાથે હેરાફેરી !, 96 બોટલ દારૂ સાથે એક પકડાયો, બે ફરાર: 2.39 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીમાં રીક્ષામાં ચોરખાનું બનાવીને દારૂની બોટલોની પાઇલોટિંગ સાથે હેરાફેરી !, 96 બોટલ દારૂ સાથે એક પકડાયો, બે ફરાર: 2.39 લાખનો મુદામાલ કબ્જે

મોરબી કંડલા બાયપાસ ઉપરથી પસાર થતી રીક્ષાને રોકીને એલસીબીની ટીમે ચેક કરી હતી ત્યારે તે રિક્ષામાં ચોરખાનું બનાવીને દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 96 બોટલ દારૂ તેમજ બે રિક્ષા અને બે મોબાઈલ ફોન મળીને 2,39,600 ના મુદામાલ સાથે એક આરોપીની પકડવામાં આવેલ છે અને નાશી ગયેલા બે આરોપી સહિત તપાસમાં જેના નામ સામે આવે તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

મોરબીના કંડલા બાયપાસ રોડ જુની આરટીઓ કચેરી પાસેથી બે રિક્ષા પસાર થઈ રહી હતી જેને રોકવા માટેનો એલસીબીની ટીમે પ્રયાસ કર્યો હતો ત્યારે એક રિક્ષામાં બેઠેલા બે શખ્સો વાહન છોડીને નાસી ગયા હતા જો કે, પોલીસે ઓટો રીક્ષા નં. જીજે 20 વી 1204 વાળીમાં જઈ રહેલા શખ્સને પકડીને તેની રિક્ષાને ચેક કરી હતી ત્યારે તે રિક્ષામાં ચોર ખાનું બનાવીને તેમાં દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે દારૂની અલગ-અલગ બ્રાંડની સીલ પેક 96 બોટલો મળી આવી હતી જેથી કરીને 1,29,600 નો દારૂ કબ્જે કર્યો હતો.

વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ દારૂ ભરેલ રિક્ષાનું બીજી રિક્ષા નં. જીજે 03 બીએક્સ 8216 વાળીમાં બેઠેલા બંને શખ્સો દ્વારા પાયલોટિંગ કરવામાં આવતું હતું અને તે બંને શખ્સ તેની રિક્ષાને છોડીને નાસી ગયા હતા જેથી પોલીસે હાલમાં દારૂ તેમજ બે રિક્ષા અને બે મોબાઈલ ફોન મળીને 2,39,600 ના મુદામાલ સાથે આરોપી સુરજ રાજેશભાઇ તીવારી (21) રહે. માર્કેટીંગ યાર્ડ, સરકારી કવાટર્સમાં રાજકોટ મુળ રહે. અકબુરપુર તાલુકા અયોધ્યા યુ.પી. વાળાની ધરપકડ કરી છે અને પોલીસને જોઈને નાસી ગયેલ શખ્સમાં રિક્ષા ચાલક મુન્નાભાઇ પલીત મુસ્લીમ રહે. રાજકોટ  અને રિક્ષામાં બેઠેલ શખ્સ શાહરૂખ રહે. રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે નામ જોગ તેમજ તપાસમાં જેના નામ સામે આવે તે શખ્સોને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News