મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર 108 ટીમે 60 વર્ષના માજીનો જીવ બચાવ્યો


SHARE







વાંકાનેર 108 ટીમે 60 વર્ષના માજીનો જીવ બચાવ્યો

વાંકાનેરમાં 60 વર્ષના માજી જયાબેન સામજીભાઈને ઝાડા ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમની તબિયત અત્યંત ગંભીર બની હતી અને ફેફસા ઓક્સિજન મેન્ટેન કરી ન શકતા હતા જેથી તેઓને સવારે 10:51 કલાકે વાંકાનેરની સરકારી હોસ્પિટલથી તાત્કાલિક 108 પર કોલ કરવામાં આવ્યો હતો. ડૉ. રોહનની માહિતી મુજબ વૃદ્ધની તબિયત ઝડપથી ખરાબ થતી હતી તેમને જણવ્યું હતું કે આ દાદીની તબિયત વધુ ખરાબ છે તેઓને 108 મા રીફર કરવામાં આવ્યા હતા અને 108 ના ERCP ડૉ. પરમારના માર્ગદર્શન હેઠળ 108 ટીમ EMT પ્રવિણભાઈ મેર અને પાઇલટ ઇવરાજસિંહ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પ્રાથમિક સારવાર શરૂ કરી હતી અને માજીને વાંકાનેરથી રાજકોટ લઈ જતી વખતે તેમની તબિયત ફરી એકવાર બગડતાં ટીમે માર્ગમાં જ અગત્યની સારવાર આપી અને તેમનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદમાં વધુ સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.




Latest News