મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ઘુનડા રોડે કાર ચાલક પાણીમાં ખાબકી


SHARE







મોરબીના રવાપર ઘુનડા રોડે કાર ચાલક પાણીમાં ખાબકી

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપરથી કાર ચાલક તેની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર કારના સ્ટેરીંગ ઉપરથી તેણે કાબુ ગુમાવતા કાર બાજુમાં ભરાયેલ પાણીમાં ખાડામાં ખાબકી હતી અને આ બનાવની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ ઉપર પહોંચીને કારને પાણીમાંથી બહાર કાઢી હતી.

મોરબીના રવાપર ઘુડા રોડ ઉપર આવેલ સરસ્વતી ફાર્મની બાજુમાંથી દીક્ષિત પટેલ નામના વ્યક્તિ પોતાની એક્સયુવી 700 કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કારના સ્ટેરિંગ ઉપરથી કોઈપણ કારણોસર તેણે ગુમાવી દીધો હતો જેથી રોડ સાઇડમાં ભરાયેલ પાણીના ખાડામાં ઉતારી ગઈ હતી અને આ બનાવ અંગેની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ પાણીમાં પડેલ કારને બહાર કાઢવા માટેની કામગીરી કરી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી કાર લઈને પસાર થઈ રહેલ યુવાન પણ કાર પાણીમાં ઉતારી ત્યાર પહેલા જ દરવાજો ખોલીને કારમાંથી નીચે ઉતારી ગયો હતો જેથી તેણે પણ કોઈ ઇજા થયેલ નથી. તેવી માહિતી ફાયર વિભાગના અધિકારી આપેલ છે. જો કે, આ બનાવ કઈ રીતે બન્યો હતો તે અંગેની કોઈ સ્પષ્ટતા હજુ સુધી થયેલ નથી.




Latest News