મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારામાં સાંથણીમાં મળેલ જમીનના વેચાણ પછી થયેલ વાંધા અરજીને ગ્રાહ્ય રાખીને રેવન્યુ રેકર્ડમાં પડેલ નોંધ રદ્દ


SHARE







ટંકારામાં સાંથણીમાં મળેલ જમીનના વેચાણ પછી થયેલ વાંધા અરજીને ગ્રાહ્ય રાખીને રેવન્યુ રેકર્ડમાં પડેલ નોંધ રદ્દ

ટંકારામાં કલેક્ટરની સૂચના પછી પણ જમીનની માપણી કરાવેલ ન હતી અને રેવન્યુ રેકર્ડમાં કોઈ ફેરફાર નોંધ થયેલ ન હતી. તેમ છતાં જમીન અઘાટ વેચાણ આપેલ હતી. અને દસ્તાવેજમાં સાથણીમાં મળેલ જમીનના રોજકામમાં દર્શાવેલ ચતુરદીશાથી વિરૂધ્ધ પ્રકારની ચતુરદીશા દર્શાવેલ હતી જેથી કરીને વાંધા અરજી કરી હતી જે તકરાર કેસ નાયબ કલેકટર સમક્ષ ચાલી જતાં નાયબ કલેકટરે નોંધ રદ (ના મંજુર) કરવાનો હુકમ કરેલ છે.

ટંકારાના સર્વે નંબર ૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમથી બીજલભાઈ વીરાભાઈને સાંથણીમાં મળેલ હતી. હાલ આ જમીન તેમના વારસદારોના ખાતે છે પરંતુ આ જમીનની તેમના વારસદારોએ માપણી કરાવેલ ન હોઈ તેથી જમીનની માપણી કરી લેવા અને માપણી મુજબ જે ક્ષેત્રફળ થાય તે પ્રમાણે રેવન્યુ રેકર્ડમાં નોંધ કરવા અંગે કલેકટરે મામલતદારને સુચના આપેલ હતી. પરંતુ તે મુજબની માપણી કરાવેલ ન હોકે તે અંગેની રેવન્યુ રેકર્ડમાં કોઈ ફેરફાર નોંધ થયેલ ન હોતેમ છતા સ્વ.બીજલભાઈ વીરાભાઈના વારસદારો નાગજીભાઈ બીજલભાઈ જાદવ, ભાવનાબેન બીજલભાઈ જાદવ તથા હિતેશભાઈ બીજલભાઈ જાદવએ તા.૧૮-૭-૨૦૨૫ ના રોજ રજી.દ.અનુ.નં. ૧૮૫૯/૨૦૨૫ ના દસ્તાવેજથી હિરેનકુમાર હરજીભાઈ સાવરીયા તથા પ્રવિણભાઈ દેવશીભાઈ બારૈયાને અઘાટ વેચાણ આપેલ હતી.

દસ્તાવેજમાં સાથણીમાં મળેલ જમીનના રોજકામમાં દર્શાવેલ ચતુરદીશાથી વિરૂધ્ધ પ્રકારની ચતુરદીશા દર્શાવેલ હોય તેમ છતાં રેવન્યુ રેકર્ડમાં ગામ નમુના નંબર-૬ ના હકક પત્રકમાં નોંધ નંર-૧૧૪૧૫ થી નોંધ પાડેલ છે જેમા ભુપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દુબરીયાએ વાંધા અરજી રજુ કરતા આ નોંધ તકરારી નોંધ તરીકે મોરબીના નાયબ કલેકટર સુશીલ પરમાર સમક્ષ તકરાર ચાલતા વાંધેદાર ભુપેન્દ્રભાઈના વિદ્વાન વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટક દ્રારા કરવામાં આવેલ દલીલોને ગ્રાહય રાખીને નાયબ કલેકટર સુશીલ પરમારે આ નોંધ રદ (ના મંજુર) કરવાનો હુકમ કરેલ છે. અને વાંધેદાર ભુપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દુબરિયા તરફેથી મોરબીના જાણીતા વિદ્વવાન વકીલ નિકુંજભાઈ કોટક, તથા તેમના જુનીયર એડવોકેટસ હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા, સંજયભાઈ ભાગીયા તથા  કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.




Latest News