ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૧ નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી; ખેડૂતોને તકેદારી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પડાઈ


SHARE











મોરબી જિલ્લામાં ૧ નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી; ખેડૂતોને તકેદારી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પડાઈ

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી ૦૧/૧૧/૨૦૨૫ સુધી મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક  ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા જણાવ્યું છે.

એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી, આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News