મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણિયા ગામ પાસે પવનચક્કીમાંથી 2.25 લાખના કોપર વાયરની ચોરી


SHARE







માળીયા (મી)ના વવાણિયા ગામ પાસે પવનચક્કીમાંથી 2.25 લાખના કોપર વાયરની ચોરી

માળીયા મીયાણા તાલુકાના વાવાણિયા ગામની સીમમાં પવનચક્કી આવેલ છે અને તેના તાળા તોડીને કોઈ અજાણ્યા શખ્સે તેમાં પ્રવેશ કર્યો હતો અને પવનચક્કીમાંથી ઇલેક્ટ્રીક કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે અને 500 મીટર જેટલો કોપર વાયર જેની કિંમત 2.25 લાખના મુદ્દામાલની ચોરી થઈ છે તેવી ફરિયાદ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના વાવાણિયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઇ મેઘુભા પરમાર (45) હાલમાં અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, વવાણીયા ગામની સીમના સર્વે નંબર 43 ની ખુલી જગ્યામાં પવનચક્કી નંબર વીએમ 65 આવેલ છે અને તેમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તાળા તોડીને પવનચક્કીમાં પ્રવેશ કરવામાં આવેલ હતો અને ઇલેક્ટ્રીકના કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે અને અંદાજે 500 મીટર જેટલા કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ હોય 2.25 લાખની કિંમતના વાયરની ચોરી થઈ હોવાની હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News