મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભૂમિપૂજન


SHARE







વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભૂમિપૂજન

વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલ આંખની હોસ્પિટલ અને બંધુ સમાજ દવાખાનાનું સંચાલન કરવામાં આવી રહયું હોય, જેનો લાભ સમગ્ર પંથકના નાગરીકો લઇ રહયાં છે.

ત્યારે ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સેવાના વિસ્તાર સાથે વધુને વધુ લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળી રહે તે માટે વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર કિરણ સીરામીક ગ્રાઉન્ડ સામે વિશાળ જગ્યામાં બનાવા જઇ રહેલ નવી મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભુમીપુજન કરવામાં આવ્યું હતું.આ તકે ટ્રસ્ટને સમર્પીત લંડનથી આવેલા દાતાઓ-ડોકટરો તથા ટ્રસ્ટી મંડળ સહીતના મહાનુભાવો દ્વારા સંસ્થાની પ્રવૃતિઓ પર પ્રકાશ પાડી જણાવ્યું હતું કે, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સમગ્ર મોરબી જીલ્લામાં એકમાત્ર ટ્રસ્ટ છે, જે લોકોને આંખમાં મોતીયા અને ત્રાસી આંખના ઓપરેશનની વિનામુલ્યે અને રાહતદરે સુવીધા પુરી પાડે છે. દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર દ્વારા રાહત દરે વૈદકીય સારવાર પણ આપવામાં આવે છે.આ ઉપરાંત અત્યાર સુધીમાં રપ જેટલી સ્કુલોને નવી બનાવી છે અથવા ફર્નીચર, બેન્ચીસ વગેરેની સહાય કરેલી છે. ભવિષ્યમાં આ સંસ્થાનું લક્ષ્ય ટેકનોલોજી સેન્ટર પણ બનાવાયું છે. જેમાં વિદ્યાર્થીઓને અત્યારની અત્યાધુનીક ટેકનોલોજી સાથે સુસંગત કરાવી શકાય, જે બાદ ટ્રસ્ટના નવા પ્રોજેકટનું ભુમિપુજન કરાયું હતું






Latest News