ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત


SHARE









મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત

મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોક ધામ મંદિર પાસે રહેતા વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થતા જમીન ઉપર પડી ગયા હતા અને તેમનું મોત નીપજયું હતું આવી જ રીતે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સરદાર-3 માં રહેતો યુવાન તેના ઘરે હતો ત્યારે તેને ઉલટી થવા લાગી હતી અને બેભાન થઈ જતા સારવાર માટે લઈ ગયા હતા અને તેનું પણ મોત નીપજયું હતું આ બંને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોક ધામ મંદિર પાસે રહેતા દિલીપભાઈ નાથાલાલ પરમાર (63) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેઓ જમીન ઉપર નીચે પડી જતા તેને તાત્કાલિક સારવાર માટે આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવતા ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે સરદાર-3 માં રહેતા કૌશિકભાઈ રામભાઈ બારૈયા (37) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે તેને અચાનક ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં મૃત જાહેર કર્યા બાદ તેઓના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News