મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ચારિત્રની શંકા કરીને પત્નીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ


SHARE







મોરબીમાં ચારિત્રની શંકા કરીને પત્નીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતી મહિલા ઉપર તેના પતિએ ચારિત્ર બાબતે શંકા કૂશંકા કરીને હથિયાર વડે માથામાં અને મોઢાના ભાગે મારમારીને તેની હત્યા કરી નાખી હતી જેની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે મહિલાની હત્યા કરનારા તેના પતિની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના ઊંચી માંડલ ગામ પાસે મેગાસિટી સીરામીક કારખાનાના કવાર્ટરમાં રહેતા પહેલવાન ટનટયાભાઇ બારેલા (41)એ તેના બનેવી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ કુકરીયાભાઈ બારેલા રહે. હાલ મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીના જુના રોડ ઉપર આવેલ આઈકોન સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા ફરિયાદીના ફઈબાના દીકરી બિંદિયાબેન કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલા ઉપર તેના પતિ કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલાએ ચારિત્ર બાબતે ખોટી શંકા કુશંકા કરીને કોઈ હથિયાર વડે તેને મોઢા અને માથાના ભાગે માર મારીને તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ આરોપી કાનાભાઈ બારેલા સ્થળ ઉપરથી નાસી ગયેલ હતો. ત્યાર બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધાયો હતો જેની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એન.પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી દરમિયાન ટેકનિકલ માધ્યમ અને હ્યુમન સોર્સિસથી આરોપી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ કાકરીયાભાઈ બારેલા (35) રહે. હાલ જૂના ઘૂટું રોડ આઇકોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મોરબી મૂળ રહે સખતપુર મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News